Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

ઇન્ડિયન અમેરિકન સુશ્રી નિઓમી જે રાવ તથા શ્રી જે નિકોલસ ફરીથી સર્કિટ જજ તરીકે નિમાયાઃ ૨૦૧૮ની સાલમાં નિમણુંક મળ્યા બાદ બિલ સેનેટમાં રજુ નહીં થઇ શકતા પ્રેસિડન્ટ ટ્રમ્પએ ફેર નિમણુંક આપી

વોશીંગ્ટનઃ યુ.એસ.પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ૪૯ સર્કિટ જજને ફરીથી નોમિનેટ કર્યા છે. જેઓને ૨૦૧૮ની સાલમાં નોમિનેટ કરાયા હતા. પરંતુ સેનેટમાં બિલ રજુ નહીં થતા તેમના નોમિનેશનની મુદત પૂરી થઇ ગઇ છે. આ ૪૯ જજમાં ર ઇન્ડિયન અમેરિકનનો પણ સમાવેશ થાય છે.

જેમાં કોલમ્બીઆ ડીસ્ટ્રીક સર્કિટ જજ તરીકે સુશ્રી નિઓમી જે રાવ તથા પેન્સિલવેનિઆ વેસ્ટર્ન ડીસ્ટ્રીકટ જજ તરીકે શ્રી જે નિકોલસ રંજનનો સમાવેશ થાય છે. ઉપરોકત નોમિનેટ જજને સેનેટની બહાલી મળ્યે સુશ્રી રાવ અમેરિકાના સૌપ્રથમ પારસી જજ બનશે.

(7:56 pm IST)