Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

ઇન્ડિયન અમેરિકન રિપબ્લીકન શ્રી નિરજ અંતાણી સ્ટેટ સેનેટર તરીકે ચૂંટણી લડશેઃ ઓહિયો સ્ટેટ પ્રતિનિધિ તરીકે છેલ્લી ૩ ટર્મથી ચૂંટાઇ આવતા શ્રી અંતાણી પ્રજાનું અમેરિકન ડ્રીમ સાકાર કરવા આતુર

ઓહિયોઃ યુ.એસ.માં ઓહિયો સ્ટેટના ૪૨મા ડીસ્ટ્રીકટમાંથી સતત ૩ ટર્મથી ચૂંટાઇ આવતા ઇન્ડિયન અમેરિકન રીપબ્લીકન પ્રતિનિધિ શ્રી નિરજ અંતાણીએ આગામી ૨૦૨૦ની સાલમાં સ્ટેટ સેનેટર તરીકે ચૂંટણી લડવાની ઘોષણાં કરી છે.

ગઇકાલે ૩૦ જાન્યુ.૨૦૧૯ના રોજ તેમણે સમાચાર સૂત્રોને જણાવ્યા મુજબ તેઓ પ્રજાનું '' અમેરિકન ડ્રીમ''ખરા અર્થમાં સાકાર કરવા માંગે છે તથા સ્ટેટના પ્રશ્નોને કેન્દ્રમાં વાચા આપવાની ખ્વાહિશ ધરાવે છે.

તેઓ ઓહિયો સ્ટેટમાંથી ચૂંટાઇ આવેલા અત્યાર સુધીના બીજા ઇન્ડિયન અમેરિકન છે તથા રિપબ્લીકન તરીકે ચૂંટાઇ આવનાર સૌપ્રથમ હિન્દુ અમેરિકન છે. જો તેઓ સેનેટર તરીકે ચૂંટાઇ આવશે તો ઓહિયો સ્ટેટના સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન સેનેટર બનશે. તેઓનો જન્મ તથા ઉછેર આ સ્ટેટમાં થયા છે.

 

(7:54 pm IST)