Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

H-1B વિઝા નિયમોમાં ફેરફાર : હવે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કર્યો હોય તેવા વિદેશીઓને અગ્રતા અપાશે : ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ 30 જાન્યુ ના રોજ કરેલી ઘોષણાં

વોશિંગટન : યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ 30 જાન્યુ ના રોજ કરેલી ઘોષણાં મુજબ હવેથી લોટરી સિસ્ટમથી  અપાતા H-1B વિઝા નિયમોમાં ફેરફાર કરાયો છે.જે મુજબ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કર્યો હોય તેવા વિદેશીઓને અગ્રતા અપાશે

ઉલ્લેખનીય છે  કે દર વર્ષે લોટરી સિસ્ટમથી 65 હજાર વિદેશીઓને  H-1B વિઝા આપવામાં આવે છે.જેમાં ઉપરોક્ત ફેરફારથી થનારી અસરો અંગે નિષ્ણાતોના અભિપ્રાયની રાહ જોવાઈ રહી છે.

(1:10 pm IST)