Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

પત્નીની હત્યાનો આરોપી ઇન્ડિયન અમેરિકન અમિતકુમાર પોલીસ સમક્ષ હાજર થયો : 11 જાન્યુ ના રોજ પત્ની અંકિતા વર્માને ક્રૂરતાપૂર્વક માર મારી મોત નિપજાવ્યાનો આરોપ : ન્યુયોર્ક પોલીસ દ્વારા ધરપકડ

ન્યુયોર્ક :  અમેરિકામાં 11 જાન્યુઆરીના રોજ પત્નીની હત્યા કરવાનો જેના ઉપર આરોપ છે તે બાલ્ટીમોર સ્થિત  ઇન્ડિયન અમેરિકન અમિતકુમાર  હત્યાના 2 દિવસ બાદ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થતા તેની ધરપકડ કરવામાં આવી છે. તેના ઉપર  11 જાન્યુ ના રોજ પત્ની અંકિતા વર્માને  ક્રૂરતાપૂર્વક માર મારી મોત નિપજાવ્યાનો  આરોપ છે.જે બદલ  ન્યુયોર્ક પોલીસે તેની  ધરપકડ કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:35 am IST)