Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

'વીલ યુ પ્લે વીથ મી' દિવ્યાંગ બાળકો માટે ઇન્ડિયન અમેરિકન ડો. ચિત્રા દિનાકર લિખીત ચિલ્ડ્રન બુક

 વિશ્વના દિવ્યાંગ બાળકો પરસ્પરના સહયોગ સાથે રમત-ગમત તથા સંવાદનો આનંદ માણી શકે તે માટે ફૂડ એલર્જી ક્ષેત્રે કાર્યરત ચિંતક મહિલા સુશ્રી ડો. ચિત્રા દિનાકરએ વીલ યુ પ્લે વીથ મી ?  નામક ચિલ્ડ્રન બુક લખી છે.

         આ બુકમાં લખાયેલી કથાઓમાં ડો. ચિત્રાને તેમના પતિશ્રી અક્ષય દિનાકરનો સહયોગ મળ્યો છે.

         ડો. ચિત્રા યુ.એસ. ની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમા઼ કલીનીકલ પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. તથા રાષ્ટ્રીય કક્ષાએ પિડીયાટ્રીશીયન અને એલર્જીસ્ટ તરીકે માન્યતા ધરાવે છે.  દિવ્યાંગ બાળકો તેમના ઉપર આવી પડેલી શારીરિક ખામીનો પડકાર ઝીલી શકવા સક્ષમ થાય તેવો હેતુ છે.

(9:21 pm IST)