Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ઓબામા કેર રદ કરવાના યુ.એસ.ડીસ્ટ્રીકટ કોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ : જજમેન્ટ ન આવે ત્યાં સુધી સવલત ચાલુ રહેશે : ડીસ્ટ્રીકટ જજની સ્પષ્ટતા

વોશિંગટન : ઓબામા શાસન વખતે ઇમિગ્રન્ટ્સ માટે અમલી બનાવાયેલા ઓબામા કેર ને ગેર બંધારણીય ગણાવતો ચુકાદો 14 ડિસેમ્બરના રોજ યુ.એસ.ડીસ્ટ્રીકટ કોર્ટએ આપ્યો છે.પરંતુ આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરાતાં હાલની તકે જ્યાં સુધી જજમેન્ટ ન આવે ત્યાં સુધી આ સવલત ચાલુ રાખવામાં આવશે તેવી સ્પષ્ટતા જજ સાહેબે કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે અફોર્ડેબલ કેર એક્ટ તરીકે ઓળખાતી આ સવલત છીનવાઇ  જાય તો 11 મિલિયન જેટલા પ્રજાજનો તેના લાભથી વંચિત થઇ શકે છે.

(7:04 pm IST)