Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

અમેરિકાના ઇન્ડિયાનામાં સ્ટોર ધરાવતા ઇન્ડિયન અમેરિકન પ્રફુલ પટેલના હત્યારા તરીકે 1 શકમંદ વ્યક્તિની ધરપકડ : 35 વર્ષીય આરોપીએ હત્યાની કબૂલાત કરી

ઇન્ડિયાના : અમેરિકાના ઇન્ડિયાનામાં જેફરસનવીલે ખાતે કન્વીનીયન્સ  સ્ટોર ધરાવતા ઇન્ડિયન અમેરિકન પ્રફુલ પટેલની 11 ઓક્ટો 2018 ના રોજ લૂંટફાટ કરવાના ઇરાદે આવેલા એક શખ્સએ હત્યા કરી નાખી હતી.જે માટે પોલીસતંત્ર દ્વારા તથા ડિટેક્ટિવ દ્વારા કરાયેલી તપાસ અંતર્ગત    હત્યારા  તરીકે 1 શકમંદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 35 વર્ષીય આ આરોપી એન્ટોનિઓ એમસીરેએ  હત્યાની કબૂલાત પણ કરી લીધી હતી.મૃતક પટેલના  સ્ટોરની નજીક રહેતા આ આરોપી પાસેથી હત્યા માટે વપરાયેલી ગન તથા તે સમયે પહેરેલા કપડાં પણ મળી આવતા  ધરપકડ કરવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:46 pm IST)