Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

મુસ્‍લિમોની બહુમતિ ધરાવતું અમેરિકાના મિચિગનમાં આવેલું હેમટ્રેક શહેરઃ ૨૨૦૦૦ની વસતિમાં ૫૧ ટકા મુસ્‍લિમોઃ છેલ્લા એક સૈકાથી ઇમીગ્રન્‍ટસના નિવાસ સ્‍થાન તરીકે સુવિખ્‍યાત આ શહેરમાં આરબોની વસતિ ૨૩ ટકાઃ બાંગલા દેશ, યમન, બોરિનીઆ સહિતના દેશોમાંથી રેફયુજી તરીકે આવેલા મુસ્‍લિમોનો વસવાટઃ

મિચિગનઃ અમેરિકાના મિચિગન સ્‍ટેટમાં આવેલું હેમટેક શહેર મુસ્‍લિમોની બહુમતી ધરાવતું એકમાત્ર શહેર છે ૨૦૧૦ની સાલની વસતિ ગણતરી મુજબ ૨૨ હજારની વસતિ ધરાવતા આ શહેરમાં ૫૧ ટકા મુસ્‍લિમો છે. તેથી કાઉન્‍સીલર તરીકે પણ મુસ્‍લિમો બહુમતિમાં છે.

રેફયુજીઓના નિવાસસ્‍થાન તરીકે સુવિખ્‍યાત આ શહેરની ૫૧ ટકા જેટલી મુસ્‍લિમ વસતિમાં સૌથી વધારે આરવ્‍યો છે

જેઓ કુલ વસતિનો ૨૩ ટકા જેટલો હિસ્‍સો ધરાવે છે આ ઉપરાંત આ શહેરમાં બાંગલાદેશ, યમન, બોરિનીઆ જેવા મુસ્‍લિમ દેશોના રેફયુજીઓ પણ સારી એવી સંખ્‍યામાં છે.

આ શહેરમાં ૪ મસ્‍જીદ આવેલી છે. જેની આસપાસના પાંચસો મીટર જેટલા વિસ્‍તારમાં શરાબના વેચાણ ઉપર પ્રતિબંધ છે.

જો કે અમેરિકામાં ટ્રમ્‍પના શાસન બાદ સાત મુસ્‍લિમ દેશોના ઇમીગ્રન્‍ટસ ઉપર મુકાયેલા પ્રતિબંધ બાદ તથા આતંકવાદના ભયને કારણે આ શહેર ઉપર અસર થઇ હોવાનું જાણવા મળે છે.

૨૨ હજારની વસતિ ધરાવતા આ શહેરમાં ૩૦ જેટલી ભાષા બોલાય છે અહિયા એક સૈકા કરતા પણ વધુ સમયથી આવેલા ઇમીગ્રન્‍ટસની સંખ્‍યા પણ ઘણી છે.

(10:14 pm IST)