Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

યુગાન્‍ડામાં ફટાકડાની ધૂમ મચાવતા ગુજજુ વ્‍યવસાયી શ્રી સંજીવ પટેલ : ૧૯૯૨ની સાલથી ફટાકડાના વ્‍યવસાય સાથે જોડાયેલા પટેલનો પરિવાર ૧૯૨૦ ની સાલથી યુગાન્‍ડામાં : ભારતમાંથી ફટાકડાના સૌથી મોટા આયાતકાર તથા યુગાન્‍ડાના સૌથી મોટા ડીસ્‍ટ્રીબ્‍યુટર

યુગાન્‍ડા : યુગાન્‍ડામાં ૧૯૨૦ની સાલથી સ્‍થાયી થયેલા ભારતના ગુજરાતના પટેલ પરિવારના શ્રી સંજીવ પટેલના દાદાએ સિરોન્‍કો ડીસ્‍ટ્રીકટમાં વસવાટ કર્યા બાદ આજે તેઓ વ્‍યવસાય ક્ષેત્રે અવ્‍વલ સ્‍થાન ધરાવતો પરિવાર છે.

ખાસ કરીને ફટાકડાના ડીસ્‍ટ્રીબ્‍યુટર તરીકે તેઓ બહુ મોટુ નામ ધરાવે છે. તથા મોટા પાયે ભારતના ફટાકડાની આયાત કરે છે. ૧૯૯૨ની સાલથી તેઆ આ  વ્‍યવસાયમાં જોડાયેલા છે. તેમને ઇદી અમીનની તાનાશાહી પણ યાદ છે. જયારે હજારોની સંખ્‍યામાં એશિયન લોકોએ આફ્રિકા છોડવુ પડયુ હતું.

શ્રી પટેલના મતે યુગાન્‍ડામાં સૌપ્રથમવાર ફટાકડા ત્‍યારે ફુટયા હતા જયારે અંગ્રેજોએ યુગાન્‍ડાનો વહીવટ સ્‍થાનિક પ્રજાજનોને સોંપી દઇ ઉચાળા ભર્યા હતાં. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:51 pm IST)