Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ભારતના યુવાનો વિદેશોમાંથી ડીગ્રી મેળવી વતનમાં પરત ફરે અને આરોગ્‍ય સેવાઓનો પ્રજાને લાભ આપે : AAPI આયોજીત ૧૧ મી વાર્ષિક હેલ્‍થકેર સમીટના સમાપન પ્રસંગે ૩૦ ડીસેં. ના રોજ કોલકતામાં ઉપરાષ્‍ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુનું ઉદબોધન : ઓછા ખર્ચે, અસરકારક તથા લેટેસ્‍ટ સંશોધનો સાથેની આરોગ્‍ય સેવાઓ દ્વારા વતનનું ઋણ ચૂકવવા કાર્યરત AAPI ની કામગીરીને બિરદાવી

કોલકતા : એશોશિએશન ઓફ અમેરિકન ફીઝીશીયન્‍સ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (AAPI) ના ઉપક્રમે  ભારતના કોલકતા મુકામે ૨૮ થી ૩૧ ડિસેં. ૨૦૧૭ દરમિયાન ૧૧ મી વાર્ષિક ગ્‍લોબલ હેલ્‍થકેર સમીટનું આયોજન કરાયું હતું.

ભારતની મિનીસ્‍ટ્રી ઓફ ઓવરસીઝ ઇન્‍ડિયન અફેર્સ તથા ઇન્‍ડિયન મિનીસ્‍ટ્રી ઓફ હેલ્‍થ તેમજ પヘમિ બંગાળ ગવર્મેન્‍ટ સાથેના સંયુકત ઉપક્રમે AAPI આયોજીત આ સમીટમાં યુ.એસ.માંથી ૨૦૦ ઉપરાંત નિષ્‍ણાંત તબીબો તથા વિશ્વભરમાંથી ૧૦૦૦ ઉપરાંત પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

વ્‍યાજબી ખર્ચે અસરકાર આરોગ્‍ય સેવાઓનો ભારતના પ્રજાજનોને લાભ મળી રહે તે માટે યુ.એસ.માં સ્‍થાયી થયેલા ભારતના તબીબોની સમયાંતરે સેવાઓ આપવાના, મહિલાઓની આરોગ્‍ય સેવાઓ પ્રત્‍યે વિશેષ ધ્‍યાન આપવાના, જુદા જુદા ક્ષેત્રોમાં પ્રાથમિક તબીબી સારવારની ટ્રેનીંગ આપવાના તથા તે દ્વારા જે તે ક્ષેત્રના લોકોને આરોગ્‍ય સેવાઓ આપી રોગો થતા અટકાવવાની જાગૃતિ લાવવા, પબ્‍લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ સહીતના હેતુઓ માટે યોજાયેલી આ સમીટમાં જુદા જુદા સેશન, પેનલ ડીસ્‍કશન, તથા સેમિનારોના આયોજનો કરયા હતા.

AAPI ના હેતુઓ તથા કામગીરી વિષે જાણકારી આપવા મિડીયા પ્રતિનિધિઓ સાથે પ્રેસ કોન્‍ફરન્‍સનું આયોજન કરાયું હતું. જેમાં ડો. ગૌતમ સમદર, ડો. સંપટ શિવાંગી, શ્રી અનવર ફિરોઝ, ડો. ચંદન કે.સેન સહિતના હોદેદારો હાજર રહયા હતા તથા ૨૯ ડીસેં.ે ના રોજ કોલકતામાં પ્રજાપતિ ભવન, બાસુનગર મુકામે AAPIસંચાલિત ખુલ્લા મુકાયેલા ભારતના ૧૫ માં તથા કોલકતાના સૌપ્રથમ હેલ્‍થકેર કિલનીક વિષે માહિતી આપી હતી.

જેમાં આગામી દિવસોમાં અમેરિકાથી વતનની મુલાકાતે આવનારા તબીબો ની સમયાંતરે સેવાઓ મળતી રહેશે. જેનો લાભ કોલકતાના સેંકડો દર્દીઓને મળશે.

સમીટમાં ૩૦ ડિસેં. ના રોજ ભારતના ઉપરાષ્‍ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુએ હાજરી આપી હતી. તથા પ્રાસંગીક ઉદબોધનમાં તેમણે જણાવ્‍યું હતું કે અગાઉના સમયમાં તબીબી ક્ષેત્રે ભારતમાં તકો ઓછી હતી. તેથી અહિંના ડોકટરો વિદેશોમાં સ્‍થાયી થતા હતા. પરંતુ હવે ભારતમાં પણ ઘણી તકો હોવાથી ભારતના યુવાનો વિદેશોમાંથી  ડીગ્રી મેળવી વતનમાં  પરત ફરે અને આરોગ્‍ય સેવાઓનો ભારતની પ્રજાને લાભ આપે.

તેમણે AAPI દ્વારા વતનમાં પ્રજાજનોને શ્રેષ્‍ઠ આરોગ્‍ય સેવાઓ અસરકારક રીતે તથા ઓછા ખર્ચે મળી રહે તે માટે કરાતા પ્રયત્‍નને બિરદાવ્‍યો હતો. તથા AAPI દ્વારા કોલકતામાં ખુલ્લી મુકાયેલી સૌપ્રથમ હેલ્‍થકેર કિલનીક તથા ભારતની આવી ૧૫ મી કિલનીક દ્વારા પ્રજાજનોની સેવાની પ્રશંસા કરી હતી.

સમીટમાં વેસ્‍ટ  બેંગાલ ગવર્નર શ્રી કેસરીનાથ ત્રીપાઠી, વેસ્‍ટ બેંગાલ અર્બન ડેવલપમેન્‍ટ મિનીસ્‍ટર શ્રી ફિરહાદ હકીમ, સહિતના મહાનુભાવેઓ હાજરી આપી હતી. AAPI પ્રેસિડન્‍ટ  ડો. ગૌતમ સમદર, ઇલેકટેડ પ્રેસિડન્‍ટ ડો. નરેશ પરીખ, AAPI BOD ચેરમને ડો.અશોક જૈન, AAPI ચેરીટેબલ  ફાઉન્‍ડેશન ચેરવુમન ડો. મધુ અગરવાલ, ડો. સંપટ શિવાંગી, શ્રી અનવર ફિરોઝ, ડો. ચંદન કે સેન, ડો. સુધાકર જોનાલાગડા, શ્રી સુધાંશુ પાંડે, સુશ્રી જયશ્રી મહેતા, ડો. સંકુ રાવ, ડો. ગિરધર જ્ઞાની, ડો. બી.આર. શેટૃી, ડો. સંગીતા શેટૃી, ડો. ડી.સી. શાહ, ડો. કાલી પ્રદીપ ચૌધરી, ડો. પ્રદીપ મહાજન, ડો. રાજીવ મહેતા,ડો. શબનમ સિંધ, ડો. અનુપમ સિંબલ  સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. તથા પ્રાસંગિક વકતવ્‍યો રજુ કર્યા હતા. સમીટમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો ફેશન શો, સહિતના આયોજનો પણ કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે AAPI અમેરિકામાં વસતા ભારતીય મુળના ૧ લાખ ઉપરાંત ડોકટરો, મેડીકલ સ્‍ટુડન્‍ટસ, સંશોધકો સહિતનાઓની ૧ લાખ મેમ્‍બરશીપ ધરાવતું સૌથી મોટું સંગઠન છે. જે અમેરિકામાં ૪૦ મિલીયન જેટલા પ્રજાજનોની આરોગ્‍ય સેવાઓ ક્ષેત્રે કાર્યરત છે. તથા ભારતના એટલે કે વતનના પ્રજાજનોને પણ  તેમની આરોગ્‍ય સેવાઓનો લાભ મળી રહે તે માટે કેન્‍દ્ર સરકાર તથા રાજય સરકારો સાથે સંપર્કમૉં રહી ઓછા ખર્ચે અસરકારક આરોગ્‍ય સેવાઓ આપવા કાર્યરત છે. તેવું મિડીયા કો. ઓર્ડીનેટર શ્રી અજય ઘોષની યાદી જણાવે છે.

(9:16 pm IST)