Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

કોલકત્તામાં ૨૮ થી ૩૧ ડિસેં.૨૦૧૭ દરમિયાન AAPI આયોજીત ૧૧મી વાર્ષિક ગ્‍લોબલ હેલ્‍થકેર સમીટ સંપન્નઃ ૨૯ ડિસેં.૨૦૧૭ના રોજ કોલકત્તાના બાસુનગરમાં AAPI સંચાલિત ભારતનું ૧૫મું તથા વેસ્‍ટ બેંગાલનું સૌપ્રથમ હેલ્‍થ કિલનિક ખુલ્લુ મુકાયુઃ કોલકત્તાના સેંકડો પ્રજાજનોને વિદેશોમાં વસતા ભારતીય મૂળના નિષ્‍ણાંત તબીબોની સેવાઓનો લાભ મળશેઃ જરૂરિયાતમંદ નાગરિકાને ઓછા ખર્ચે શ્રેષ્‍ઠ આરોગ્‍ય સેવાઓ મળશે

કોલકત્તાઃ કોલકત્તામાં ૨૮ થી ૩૧ ડિસેં. ૨૦૧૭  દરમિયાન અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીયન્‍શ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (AAPI ) તથા રોટરી કલબ ઓફ મધ્‍યમગ્રામ મેટ્રોપોલિટનના સંયુક્‍ત ઉપક્રમે ૨૯ ડિસેં. ૨૦૧૭ના રોજ રી જીયનના જરૂરિયાતમંદ લોકોની આરોગ્‍ય સારવાર માટે હેલ્‍થકેર કિલનિક ખુલ્લુ મુકવામાં આવ્‍યું હતું.

પ્રજાપતિ ભવન,બાસુનગર, ખાતે ખુલ્લા મુકાયેલા આ હેલ્‍થકેર કિલનિક પ્રસંગે વિનામૂલ્‍યે નિદાન કેમ્‍પનું આયોજન કરાયું હતું. જેમાં ભારતીય મૂળના ૩૦ તબીબોએ સેવાઓ આપી ૨૦૦ ઉપરાંત દર્દીઓની ચકાસણી કરી હતી. આ કિલનિકમાં આગામી દિવસોમાં અમેરિકાથી વતનની મુલાકાતે આવનારા તબીબોની સેવાઓનો સેંકડો દર્દીઓને લાભ મળશે. AAPI નું ભારત ખાતેનું આ ૧૫મું તથા વેસ્‍ટ બંગાળ ખાતેનું પ્રથમ કિલનિક છે.

AAPI  આયોજીત આ ૧૧મી ર્વાષિક ગ્‍લોબલ હેલ્‍થકેર સમીટમાં જુદા જુદા દેશોમાંથી એક હજાર ઉપરાંત નિષ્‍ણાંત તબીબોએ હાજરી આપી હતી. તથા વ્‍યાજબી ખર્ચે અસરકાર આરોગ્‍ય સેવાઓ ભારતના પ્રજાજનોને મળે તે માટે સંકલ્‍પ કર્યો હતો. તથા વિવિધ આયોજનો કર્યા હતા. AAPI  પ્રેસિડન્‍ટ ડો.ગૌતમ સમદર તથા AAPI  ચેરીટેબલ ફાઉન્‍ડેશનના ચેરવુમન ડો.મધુ અગરવાલના નેતૃત્‍વ હેઠળ યોજાયેલ સમીટમાં ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી વૈંકેયા નાયડુ તથા વેસ્‍ટ બેંગાલના ફાઇનાન્‍સ મિનીસ્‍ટરે હાજરી આપી હતી. તથા મિનીસ્‍ટ્રી ઓફ ઓવરસીઝ ઇન્‍ડિયન અફેર્સ તથા મિનીસ્‍ટરી ઓફ હેલ્‍થ એન્‍ડ વેલ્‍ફેરનો સહયોગ સાંપડયો હતો.

સમીટમાં મહિલાઓની આરોગ્‍ય સેવાઓ પ્રત્‍યે વિશેષ ધ્‍યાન આપવાનું આયોજન કરાયું હતું તથા જુદા જુદા ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું તેમજ પબ્‍લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ માટે પણ સેશનનું આયોજન કરાયું હતું.

AAPI ના હેતુઓ વિષયક જાણકારી આપવા માટે મિડીયા ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે યોજવામાં આવેલી પ્રેસ કોન્‍ફરન્‍સમાં ડો.ગૌતમ સમદર, ડો.સંપટ શિવાંગી, શ્રી અનવર ફિરોઝ ડો.ચંદન કે.સેન, સહિતના AAPI ના હોદેદારો હાજર રહ્યા હતા.

સમીટમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો, ફેશન શો, પેનલ ડીસ્‍કશન, ઉદ્દબોધન સહિતના આયોજન કરાયા હતા. અમેરિકામાં ભારતીય મૂળના ૧ લાખ ઉપરાંત ડોકટરો, મેડીકલ સ્‍ટુડન્‍ટસ, સંશોધકો સહિતની મેમ્‍બરશીપ ધરાવતું ખ્‍ખ્‍ભ્‍ત્‍ સૌથી મોટુ સંગઠન છે. જે અમેરિકાના ૪૦ મિલીયન જેટલા પ્રજાજનોની આરોગ્‍ય સેવાઓ શ્રેત્રે કાર્યરત છે તથા ભારતના લોકોને શ્રેષ્‍ઠ તબીબી સારવાર વ્‍યાજબી ખચે૪ મળી રહે તેવી નેમ ધરાવે છે તેવું મિડીયા કો-ઓર્ડીનેટર શ્રી અજય ઘોષની યાદી જણાવે છે.

(10:11 pm IST)
  • ગાઢ ધુમ્મ્સને કારણે પંજાબની તમામ સ્કૂલોના સમયમાં ફેરફારઃ સવારે ૧૦ વાગ્યે સ્કૂલ ખુલશે access_time 11:24 am IST

  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST

  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST