Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

વર્ક વીઝા મેળવી ન્‍યુઝીલેન્‍ડમાં સ્‍થાયી થયેલા ભારતીય મૂળના યુવકનું કાર અકસ્‍માતે કરૂણ મોત : ર૧ મો જન્‍મદિવસ ઉજવી ઘેર જઇ રહયો હતો ત્‍યારે ડ્રાઇવીંગ દરમિયાન કન્‍ટ્રોલ ગુમાવતા અકસ્‍માતે સ્‍થળ ઉપર જ મોત : વધુ પડતુ આલ્‍કોહોલનું સેવન તથા કારની વધુ સ્‍પીડ જવાબદાર હોવાનું પોલીસ તારણ

ન્‍યુઝીલેન્‍ડ : વર્ક વીઝા મેળવી છેલ્લા બે વર્ષથી ન્‍યુઝીલેન્‍ડમાં સ્‍થાયી થયેલા ભારતીય મૂળના યુવક ૨૧ વર્ષીય બોનેય બિજુનું ૨૨ ડીસેં. ના રોજ રાત્રે કાર અકસ્‍માતમાં મૃત્‍યુ થયુ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

કેરળનો વતની બોનેય પોતાનો ૨૧ મો જન્‍મદિવસ ઉજવીને કાર લઇને ઘર તરફ જઇ રહયો હતો ત્‍યારે રસ્‍તામાં ડ્રાઇવીંગ દરમિયાન કન્‍ટ્રોલ ગૂમાવી દેતાં કાર ઝાડ સાથે અથડાઇહતી. તેથી તેનું સ્‍થળ ઉપર જ મોત થયું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં આલ્‍કોહોલનું વધારે પડતુ સેવન તથા કારની સ્‍પીડ વધુ હોવાનું કારણ જણાવ્‍યું હતું. 

(9:32 pm IST)