Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

અમેરિકન પ્રજાજનોની ટોપ ટેન આદરણીય મહિલાઓમાં સ્‍થાન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન સુશ્રી નિકકી હેલી : યુનાઇટેડ નેશન્‍સ ખાતેના અમેરિકાના પ્રેસિડન્‍ટ સુશ્રી નિકકી હેલીએ સૌપ્રથમ વખત ટોપટેન લીસ્‍ટમાં દસમાં ક્રમે સ્‍થાન મેળવ્‍યું : પ્રથમ ક્રમે હિલેરી કિલન્‍ટન તથા બીજા ક્રમે મિચેલ ઓબામા : Gallup poll નો સર્વે

વોશીંગ્‍ટન : યુ.એસ.ની Gallup Poll દ્વારા ૪ ડીસેં. થી ૧૧ ડીસેં.૨૦૧૭ દરમિયાન અમેરિકનોની સૌથી વધુ સન્‍માનનીય ૧૦ મહિલાઓની યાદીમાં ઇન્‍ડિયન અમેરિકન સુશ્રી નિકકી હેલીએ સૌપ્રથમ વાર ૧૦મું સ્‍થાન હાંસલ કર્યુ છે. તેઓ યુનાઇટેડ નેશન્‍સ ખાતેના અમેરિકાના એમ્‍બેસેડર છે.

ટોપ ટેન મહિલાઓમાં સૌપ્રથમ સ્‍થાને હિલેરી કિલન્‍ટન છે તથા તેમના પછી મિચેલ ઓબામાએ  સ્‍થાન મેળવ્‍યું છે. જે બંનેને અનુક્રમે ૯ તથા ૭ પોઇન્‍ટ મળ્‍યા છે. જયારે દસમાં ક્રમે સ્‍થાન મેળવનાર સુશ્રી નિકકી હેલીને ૧ પોઇન્‍ટ મળ્‍યા છે.

ટોપટેન સન્‍માનિત પુરુષોમાં સતત દસમાં વર્ષે પૂર્વ પ્રેસિડન્‍ટ બરાક ઓબામાએ સ્‍થાન જાળવી રાખ્‍યુ છે. તેમને ૧૭ પોઇન્‍ટ તથા તેમના પછીના ક્રમે આવેલા વર્તમાન પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ૧૪ પોઇન્‍ટ મેળવ્‍યા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જણવા મળે છે.

(9:29 pm IST)