Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

અમેરિકામાં શીખ ગુરુદ્વારાઓ સહિત ધાર્મિક તથા જાહેર સ્‍થાનો ઉપર થતા આતંકવાદી હુમલાઓ અટકાવો : હોમલેન્‍ડ સિકયુરીટી સમક્ષ શીખ કોલીશન અગ્રણી શ્રી સિમ સિંધની રજુઆત : લોકોની સલામતિને પ્રથમ પ્રાધાન્‍ય અપાઇ રહયુ હોવાનું જણાવતા હોમલેન્‍ડ સિકયુરીટી પ્રવકતા

વોશીંગ્‍ટન : અમેરિકામાં શીખ ગુરુદ્વારાઓ તથા ધાર્મિક અને જાહેર સ્‍થળો ઉપર થતા અવારનવાર આતંકવાદી હુમલાઓ અટકાવવા તથા લોકોની સલામતિને પ્રાધાન્‍ય આપવા શીખ કોલીશનના એડવોકસી મેનેજર શ્રી સિમ સિંઘએ તાજેતરમાં ડીપાર્ટમેન્‍ટ ઓફ હોમલેન્‍ડ સિકયુરીટીના પ્રોટેકટીવ સિકયુરીટી કો-ઓર્ડીનેશન ડીવીઝનના ડીરેકટર જોડે ચર્ચાઓ કરી હતી.

આ મુલાકાત દરમિયાન શ્રી સિંઘએ યુ.એસ.માં છેલ્લા થોડા વર્ષો દરમિયાન થયેલા આતંકવાદી હુમલાઓની યાદી આપવાની સાથે રજુઆત કરી હતી. જેમાં વિસ્‍કોસિન સ્‍થિત ગુરુદ્વારા ઉપર થયેલા હુમલાનો પણ સમાવેશ થયો હતો. જેના અનુસંધાને હોમલેન્‍ડ સિકયુરીટીના અધિકારીએ આ બાબતને પ્રથમ પ્રાધાન્‍ય આપવામાં આવ્‍યું છે. તેમ જણાવ્‍યું હતું.

(9:16 pm IST)