Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

પાકિસ્તાન ખાતેના કરતારપુર સાહેબનો વહીવટ શીખો પાસેથી છીનવી લેવાયો : પાકિસ્તાન સરકાર લઘુમતી વિરોધી છે : ભારત સરકારે વિશ્વ સ્તરે પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું

ન્યુદિલ્હી : પાકિસ્તાન ખાતેના શીખોના તીર્થધામ કરતારપુર સાહેબનો વહીવટ પાકિસ્તાન સરકારે શીખો પાસેથી છીનવી લીધો છે.તથા સરકારી કમિટીને સોંપી દીધો છે.

આ કમિટીમાં એક પણ શીખ નથી.તેથી શીખોના ધર્મસ્થાનનું સંચાલન અને વહીવટ તેમજ પ્રસંગોની ઉજવણી સહિતની તમામ બાબતો માટે શીખોએ આ કમિટી ઉપર આધાર રાખવો પડશે .

આથી ભારત સરકારે પાકિસ્તાનના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે.તેમજ પાકિસ્તાનમાં લઘુમતી કોમ સલામત ન હોવાનું જણાવ્યું છે.એટલુંજ નહીં પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે તેવા આક્ષેપ સહીત ભારત સરકારે પાકિસ્તાને વિશ્વ સ્તરે ઉઘાડું પાડી દીધું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:59 pm IST)