Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

''AAPI ફોર બિડન'': અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં એશિઅન અમેરિકન્સ એન્ડ પેસિફીક આઇલેન્ડર્સ (AAPI)નું ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને સમર્થનઃ ચારે બાજુથી મળી રહેલો ભારે આવકાર

(દિપ્તીબેન જાની દ્વારા) અમેરિકાના ૨૦૨૦ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડનએ થેંકસ ગિવીંગ ડે નિમિતે સહુને શુભેચ્છા પાઠવી છે. તથા તેમની ''એશિઅન અમેેરિકન પેસિફીક આઇલેન્ડર્સ ફોર બિડન'' (AAPI) ટીમના કોમ્યુનીટી લીડર્સ ને બિરદાવ્યા છે. તથા તેમનો પરિચય આપ્યો છે. જેમાં ટીમના મોરપિચ્છ સમાન લીડર બેન્જામિન ઓહથી શરૂઆત કરી છે.

બેન્જામિન પેન્સિલવેનિઆ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સોશીઅલ પોલીસી એન્ડ પ્રેકટીસના ગ્રેજ્યુએટ છે. તેઓ ટીમમાં જોડાયા પહેલા શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટીંગ વિજેતા બનેલા છે. તેમજ વેસ્ટ ફિલીમાં જેમીને વિજેતા બનાવવામાં તેમની સાથે જોડાયેલા હતા. ઉપરાંત AAPI વોટીંગ રાઇટસ માટે કામગીરી બજાવેલી છે.

AAPI કોમ્યુનીટી લીડર લિન્ડ લી અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડન વિશે જણાવે છે કે તેમણે પોતાના જીવન દરમિયાન ઘણો સંઘર્ષ કર્યો છે. તથા નુકશાન પણ સહન કર્યુ છે. તેમ છતાં લોકો સાથેની તેઓની સહાનુભૂતિ અકબંધ છે. વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પમાં સહાનુભૂતિનો અભાવ છે. તેથીજ બિડને ઉમેદવારી જાહેર કરતાની સાથે જ લોકોની તેમના પ્રત્યેની સહાનુભૂતિનો જુવાળ ઉમટી પડ્યો છે.

તેમને સમર્થન આપવા શનિવારે ડેસ મોઇન્સમાં યોજાયેલી રેલીમાં જિલ બિડેન, આયોવા પૂર્વ ગવર્નર ટોમ વિલ્સેક તથા તેમના પત્ની ક્રિસ્ટી વિલ્સેક, સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

આગામી ૭ ડિસેં.ના રોજ AAPIના  ઉપક્રમે ''ડે ઓફ એકશન''નું આયોજન કરાયું છે. જેમાં જોડાવા સહુને અનુરોધ કરાયો છે.

ઉપરાંત ૩૦ નવેં.થી ૭ ડિસેં.દરમિયાન ચૂંટણી કમ્પેનના ભાગરૂપે ''નો માલાર્કી'' બસ ટુરનું આયોજન કરાયું છે. જેમાં જો બિડન બાર્નસ્ટોર્મ આયોવાના ૧૮ કાઉન્ટીનો પ્રવાસ કરી લોકોના પ્રશ્નો જાણી સંવાદ સાધશે.

ચૂંટણી કમ્પેનમાં જણાવાયા મુજબ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તરીકે બિડન ભારે બહુમતિપૂર્વકની લોકપ્રિયતા સાથે આગળ વધી રહ્યા છે. જેઓને નેવાડા રિપ્રેઝન્ટેટીવ દીના ટાઇટસ સાઉથ બેન્ડ કાઉન્સીલમેન ઓલિવર ડેવિસ,ફલોરિડા સ્ટેટ સેનેટર ઔડરે ગિબ્સન, એટલાન્ટા મેયર કૈશા લાન્સે બોટમ્સ સહિતના રાજકિય આગેવાનોનું સમર્થન છે.

બિડનના પ્રેસિડન્ટ પદ માટે ''કમાન્ડર ઇન ચિફ'' ટાઇટલ સાથે જો બિડનને લીડર તરીકે દર્શાવતી નવી એડ શરૃ કરાઇ છે. તેમને ચારે બાજુથી સમર્થન મળી રહ્યું છે તેમના ચૂંટણી કમ્પેનમાં લોવા ન્યુ હેમ્પશાપર, નેવાડા તથા સાઉથ કેરોલિનામાં જોડાવા માટે નેશનલ એશિઅન અમેરિકન પેસિફીક આઇલેન્ડર ડીરેકટર બિડન ફોર પ્રેસિડન્ટ કમ્પેન લીડર શ્રી અમિત એસ.જાનીનો સંપર્ક સાધવા જણાવાયું છે.

(8:43 pm IST)