Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ભારતના સૌંદર્યનો અમેરિકામાં ડંકોઃ કેલિફોર્નિયામાં યોજાયેલી સૌંદર્ય સ્પર્ધામાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી વિનીતા વિનીતના ફાળે ૩ તાજઃ મિસીસ એશિયા ગ્લોબલ એમ્બેસેડર,મિસીસ એશિયા પોપ્યુલર ચોઇસ, તથા એશિયા ફોટોજેનિક ખિતાબ મેળવી ગૌરવભેર કેટવોક કર્યું

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સાઉધર્ન કેલિફોર્નિયામાં સાત બ્યુટી સ્ટુડીયો ધરાવતી ઇન્ડિયન અમેરિકન ડોસ્મેટોલોજીસ્ટ મહિલા સુશ્રી વિનિતા વિનીતએ તાજેતરમાં રેડોન્ડો બિચ પર્ફોમીંગ આર્ટસ સેન્ટર ખાતે યોજાયેલી સૌંદર્ય સ્પર્ધામાં ૩ તાજ મેળવી વતનનું  ગૌરવ વધાર્યુ છે.

સુશ્રી વિનિતાએ જીતેલા ૩ તાજમાં ''મિસીસ એશિઆ ગ્લોબલ એમ્બેસેડર ''મિસીસ એશિઆ પોપ્યુલર ચોઇસ'' તથા ''એશિઆ ફોટોજેનિક'' ખિતાબનો સમાવેશ થાય છે. જે મેળવી તેમણે ગૌરવભેર કેટવોક કર્યુ હતું. તેવું જાણવા મળે છે.

(9:03 pm IST)