Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસનો દબદબોઃ સાન જોસ હાઇસ્કુલની ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસના નેતૃત્વ સાથેની ટીમ નેશનલ ઓસિએનિક સ્પર્ધામાં પ્રથમ વિજેતાઃ ૮ લાખ ડોલરનું ઇનામઃ આગામી દિવસોમાં XPRIZE ફાઉન્ડેશન આયોજીત સ્પર્ધામાં વિજેતા બનવાની તૈયારી

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સાન જોસ કેલિફોર્નિયામાં આવેલી વેલી ક્રિશ્ચીઅન હાઇસ્કૂલની ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસના નેતૃત્વ સાથેની ટીમએ મે માસમાં યોજાયેલી નેશનલ ઓસિએનિક સ્પર્ધામાં વિજેતા બ ૮ લાખ ડોલરનું ઇનામ મેળવ્યું છે.

હવે આ ટીમ ૧૦ મિલીઅન ડોલર માટેની આગામી સ્પર્ધામાં વિજેતા બનવાની તૈયારી કરી રહી છે. તથા એશિઆ, લંડન, સિટલે, આફ્રિકા તેમજ ભારતની તૈયારી કરી રહી છે. તથા એશિઆ, લંડન,સિપ્લે, આફ્રિકા તેમજ ભારતની ટીમ સાથેના સહયોગ સાથે વર્લ્ડ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. XPRIZE વિજેતા બનવાની ઉમ્મીદ ધરાવે છે. તેવું હાઇસ્કુલ પ્રવકતાએ સમાચાર સૂત્રોને જણાવ્યું છે.

(9:01 pm IST)