Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

યુ.એસ. માં મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે ડીસેમ્બર માસમાં કાર્યક્રમોની વણઝારઃ ૩ ડિસે. ર૦૧૯ ના રોજ ' ગીવીંગ ટયુસ્ડે' ૭ ડિસે. શનિવારે ફ્રી હેલ્થફેર તથા ૩૧ ડિસે. ના રોજ નવા વર્ષના ધમાકેદાર સ્વાગત માટે મસ્તીભરી રંગીન શામ

મેરીલેન્ડઃ યુ.એસ.માં મંગલ મંદિર ૧૭૧૧૦, ન્યુ હેમ્પશાયર એવન્યુ આસ્ટોન મેરીલેન્ડના ઉપક્રમે થેંકસ ગીવીંગ દ્વારા સામાજીક તથા ધાર્મિક પ્રસંગોમા મદદરૂપ થવા બદલ વોલન્ટીઅર્સ ભાઇ બહેનોનો આભાર માનવામા આવ્યો છે. સાથોસાથ ૩ ડીસે. ર૦૧૯ નો દિવસ 'ગિવીંગ ટયુસ્ડે' તરીકે મનાવી મંદિરને મદદરૂપ થવા વિનંતી કરાઇ છે.

મંદિરના ઉપક્રમે આગામી ૭ ડિસે. ર૦૧૯ શનિવારના રોજ ફ્રી હેલ્થફેરનુ આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે ૮-૩૦ થી બપોર સુધીનો રાખવામાં આવ્યો છે જેમાં વિના મૂલ્યે દર્દોના નિદાન કરી અપાશે. તેમજ હેલ્થ સ્પેશીયાલીસ્ટ સાથે મુલાકાતની તક અપાશે. આ તકે  રકતદાન માટે ન જોડાયેલા લોકો પણ વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી કન્સલટન્ટની સલાહ મેળવી શકશે.

બાદમાં ૩૧ ડીસે. ર૦૧૯ ના રોજ નવા વર્ષના ધમાકેદાર સ્વાગત માટે મંદિરમા મસ્તીભરી રંગીન શામ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જેમા઼ લલિતા વસાન ગ્રુપના સંગીત મ્યુઝીક બેન્ડનું આયોજન કરાયું છે. મનોરંજન ઉપરાંત સ્વાદિષ્ટ ડિનરનુ પણ આયોજન કરાયુ છે. જે માટે વ્યકિતદિઠ ર૦ ડોલરની ટિકિટ રાખવામાં આવી છે. જેમાં ૧રપ લોકો જોડાઇ શકશે.

વિશેષ માહિતી માટે arvindpatel@yahoo.com દ્વારા અથવા શ્રી ઇશ્વરલાલ પટેલ (૪૪૩) ૬૯૪-૩પ૪૧, શ્રી ભાર્ગવ દેસાઇ (ર૦ર) ૭૪૬-૭૯૦૧, મંદિરના પુજારી (૩૦૧) ૪ર૧-૦૯૮પ અથવા shrimangalmandir@gmail.com નો સંપર્ક સાધવા મંદિરની યાદીમાં જણાવાયું છે.

(9:43 pm IST)
  • વિજયભાઈ રૂપાણીના ભત્રીજા અને ભત્રીજા વહુને બગોદરા પાસે અકસ્માત : બંને હેમખેમ : ઝાયડ્સ હોસ્પિટલમાં એક દિવસ દેખરેખ હેઠળ રાખેલ છે : આજે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સગા ભત્રીજા શ્રી અમિનેષ રૂપાણી અને તેમના પત્નિ શ્રીમતી વિમી રૂપાણીને બગોદરા પાસે અકસ્માત નડ્યો હતો. સામેની સાઇડેથી ગમે તે કારણોસર કોઈ મોટર અમિનેષના મોટરની દિશામાં આવી ટકરાતા અમિનેષને અને તેના પત્નિ બંનેને તાત્કાલીક અમદાવાદ સાવચેતીરૂપે લઈ જવામાં આવેલ. ઝાયડ્સ હોસ્પિટલમાં સીટી સ્કેન અને બધી જ તપાસ કરતા સંપૂર્ણ નોર્મલ અને ભયમુકત હોવાનું જાણવા મળે છે, આમ છતા તેમને એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અમિનેષ અને વિમીબેનની તબિયત સારી છે. બંને ભયમુકત છે. access_time 3:56 pm IST

  • નાણામંત્રી નિર્મલા સીતારમણ માટે 'નિર્બલા' શબ્દનો ઉપયોગ કરવા પર કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની માફી માંગ પર આજે પણ બીજેપીના સભ્યો અડગ રહ્યાઃ આજે પણ સંસદમાં ધમાલઃ કોંગ્રેસનું વોકઆઉટ access_time 4:08 pm IST

  • ઇમરાન ખાનનો આ છેલ્લો મહિનો : ઈમરાનને સતાથી હટાવવા માટેની આઝાદી માર્ચે ઐતિહાસિક ગણાવી મૌલાનાએ કહ્યું કે તેની પાર્ટી દેશભરમાં પોતાનું પ્રદર્શન ચાલુ રાખશે : મૌલાનાએ એમ પણ કહ્યું કે પનામા પેપર આંતરરાષ્ટ્રીય દબાણનો મામલો હતો જેનો ઉપયોગ રાજનૈતિક નેતૃત્વના વિરોધમાં કરાયો access_time 1:11 am IST