Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન્સની કોમ્યુનીટી સેવાઃ ૭૦ દેશોના ૧ બિલીયન બાળકોને ભરપેટ ભોજન પુરૂ પાડતા નોન પ્રેાફીટ FMSC ને 587ફુડ બોકસ તથા ડોનેશન આપ્યું

શિકાગોઃ તાજેતરમાં ર૪ નવે. ર૦૧૯ ના રોજ ફેડરેશન ઓફ ઇન્ડિયન  એશોશિએશન્સ ( FIA) શિકાગોના ૧૦૦ ઉપરાંત મેમ્બર્સ ''ફીડ માય સારવીંગ'ચિલ્ડ્ર (FMSC) પ્રોજેકટને  મદદરૂપ થવા ભેગા થયા હતા.

ભૂખ્યાને ભોજન આપવાની ભાવના સાથે કાર્યરત FMSC માટે FIA દ્વારા ૩૪૭ બાળકોને વર્ષભર પેટ ભરીને ભોજન મળી રહે તે માટે પ૮૭ બોકસ તૈયાર કરાયા હતા. જેનાથી ૧,ર૬,૭૯ર  ટંક સુધી શુદ્ધ,સાત્વિક અને પોષણષમ ભોજન મળી શકે.

ઉલ્લેખનીય છે કે FMSC દ્વારા ૭૦ દેશોના ૧ બિલીયન બાળકોને ભોજન પૂરૂ પાડવામાં આવે છે. આ નોન પ્રોફીટ ઓર્ગેનાઇઝેશનને આર્થિક રીતે મદદરૂપ થવા   FIA ના મેમ્બર્સએ ડોનેશન આપ્યું હતુ.  તથા કોમ્યુનીટી સેવાઓ સતત ચાલુ રાખવાની કટિબદ્ધતા વ્યકત કરી હતી.

ઉપરોકત તકે FIA શિકાગોના પ્રેસિડન્ટ શ્રી નિનાદ દફતરી ફાઉન્ડર પ્રેસીડન્ટ શ્રી સુનિલ શાહ, ફાઉન્ડર તથા પાસ્ટ પ્રેસિડન્ટ શ્રી ઓંકાર સાંધા તથા ર૦ર૦ ની સાલના આગામી પ્રેસિડન્ટ શ્રી ગુરમિતસિંઘ ધલવાન તથા એકઝી. ટીમ, બોર્ડ મેમ્બર્સ, એડવાઇઝરી બોર્ડ સહિત ૧૦૦ ઉપરાંત વોલન્ટીઅર્સ સપરિવાર હાજર રહ્યા હતા. તેવુ શ્રી સુરેશ બોડીવાલાના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(9:42 pm IST)