Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

યુ.એસ.ના સિલીકોન વેલીમાં વસતા ઘરવિહોણા લોકો માટે કોમ્યુનીટી સેવાના ઉપક્રમે લંચઓન પ્રોગ્રામ યોજાયોઃ દરેક સપ્તાહના વીક એન્ડમાં વિનામૂલ્યે ભોજન તથા લોન્ડ્રીની વ્યવસ્થા

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન કોમ્યુનીટી સેવાના ઉપક્રમે ૧૭ નવેં.૨૦૧૯ના રોજ નોર્ધન કેલિફોર્નિયાના સિલીકોન વેલીમાં વસતા ઘરવિહોણા લોકો માટે લંચનઓન વાર્ષિક પ્રોગ્રામ યોજાઇ ગયો.

ઇન્ડિયન અમેરિકન એન્જીનીયર શ્રી નાથન ગણેશન દ્વારા શરૂ કરાયેલ ઉપરોકત ઓર્ગેનાઇઝેશન આયોજીત લંચઓન પ્રોગ્રામ દ્વારા વીક એન્ડમાં ઘરવિહોણામાં લોકો માટે વિનામૂલ્યે ભોજન તથા લોન્ડ્રીની વ્યવસ્થા કરવામાં આવે છે જેનો અત્યાર સુધીમાં ૧ લાખ ઉપરાંત લોકો લાભ લઇ ચૂકયા છે. જે માટે ઓર્ગેનાઇઝેશનના બે હજાર ઉપરાંત વોલન્ટીઅર્સ સેવાઓ આપે છે.

(9:09 pm IST)