Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

યુ.એસ.ના સુપ્રતિષ્ઠિત રહોડસ ટ્રસ્ટ દ્વારા પસંદ કરાયેલા ૩૨ સ્કોલર્સમાં ૪ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસઃ ઓકસફર્ડ યુનિવર્સિટીની કોલેજમાં અભ્યાસની તક અપાશે

ન્યુયોર્કઃ યુ.એસ.માં રહોડસ ટ્રસ્ટ દ્વારા ૨૩ નવેં.૨૦૧૯ના રોજ પસંદ કરાયેલા ૩૨ સ્કોલર્સમાં ૪ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસએ સ્થાન મેળવ્યું છે. જેઓને ઓકસફર્ડ યુનિવર્સિટીની કોઇપણ એક કોલેજમાં પ્રવેશ  મળી શકશે.

આ ૪ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસમાં પ્રિન્સેટોન યુનિવર્સિટીની સ્ટુડન્ટ સેરેના અલગાપ્પન, તથા અનન્યા એ મલહોત્રા, નોટ્રેડેમ યુનિવર્સિટીમાંથી પ્રથમ જુનેજા, અને નોર્થ ઇસ્ટર્ન યુનિવર્સિટી વર્જીનીઆમાંથી ક્રિતીકા સિંઘનો સમાવેશ થાય છે.

આ વર્ષે સ્કોલર્સની પસંદગી સમગ્ર દેશમાંથી ૧૬ મેમ્બર્સની કમિટી દ્વારા સર્વાનુમતે કરવામાં આવી હતી.

(9:05 pm IST)