Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

''ઇન્ડિયા એશોશિએશન ઓફ લોસ એન્જલસ'': અમેરિકામાં ભારતની સંસ્કૃતિ જાળવી રાખવા ૧૯૯૯ની સાલથી કાર્યરત ઓર્ગેનાઇઝેશનઃ ૨૦૧૯-૨૦૨૦ની સાલ માટે નવા હોદેદારોની સર્વાનુમતે વરણી કરાઇ

લોસ એન્જલસઃ યુ.એસ.માં ''ઇન્ડિયા એશોશિએશન ઓફ લોસ એન્જલસ''એ ૧૩ નવેં.ના રોજ પ્રેસિડન્ટ તથા ૧૭  એકઝીકયુટીવ મેમ્બર્સને સર્વાનુમતે ચુંટી કાઢયા હતા. ૧૯૧૯-૧૯૨૦ની સાલ માટે ચુંટાયેલા ઉપરોકત હોદેદારોએમાં પ્રસિડન્ટ તરીકે શ્રી ઓસેસ પૌલોઝની વરણી થઇ હતી. જયારે એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડન્ટ તરીકે શ્રી અશોક કપૂર, સેક્રેટરી તરીકે શ્રી પ્રમેશ શાહ, જોઇન્ટ સેક્રેટરી તરીકે  સુશ્રી ફાલ્ગુની ઓઝા ટ્રેઝરર તરીકે શ્રી સુનિલ પ્રભાકર, ઉપરાંત અન્ય હોદાઓ ઉપર શ્રી સમશેર સિધુ, શ્રી નવદીપ સિંઘ, શ્રી મનજીત વાહી, શ્રી કનકસિંહ ઝાલા, શ્રી રમેશ બ્રહ્મારોજી, શ્રી દિપસિંઘ, તથા ડો.બામા સિધર સર્વામુમતે ચૂંટાઇ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ૧૯૯૯ની સાલથી સ્થપાયેલા આ એશોશિએશન દ્વારા ભારતીય સંસ્કૃતિ જાળવી રાખવા વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરાય છે. તથા સામાજીક અને ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે. તે કેરાલા કેથોલિક એશોશિએશન તથા વેલી મલયાલી આર્ટસ એન્ડ સ્પોર્ટસ કલબ સાથે પણ જોડાણ ધરાવે છે.

(9:03 pm IST)
  • શરદ પવારે જાહેર કર્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર એકબીજાના સંપર્કમાં હતા તેની મને જાણ હતી access_time 12:57 am IST

  • મહારાષ્ટ્રમાં ભાજપના પંકજા મુંડે,વિનોદ તાવડે સાથે 39 ધારાસભ્યો સંભવિત બળવાખોર તરીકે શંકાના દાયરામાં : ભેદી રાજકીય હિલચાલ શરૂ access_time 10:51 pm IST

  • રાષ્ટ્રીય માનવાધિકાર જાગ્યું : યૌન શોષણની ઘટનાઓ પર કેન્દ્ર અને રાજ્યો પાસેથી અહેવાલ માંગ્યો : રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે દેશમાં વધતી યૌન શોષણની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા આ મામલે મીડિયા અહેવાલ બાદ કેન્દ્ર અને રાજ્યો પાસેથી વિસ્તૃત અહેવાલ access_time 1:08 am IST