Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

અમેરિકામાં કેલિફોર્નિયાના ગુજરાતી સિનિયર્સ ફ્રેન્ડ્સ સર્કલના ઉપક્રમે દશેરાનો તહેવાર ઉજવાયો : રમતગમતની મોજ સાથે ગુજરાતીઓની પ્રિય વાનગી ફાફડા જલેબીને ન્યાય આપ્યો

કેલિફોર્નિયા :   સર્ધન કેલિફોર્નિયાના ગુજરાતી સીનીયર્સ ફ્રેન્ડસ સર્કલ (GSFC ) ના સભ્યોએ સાથે મળીને દશેરાના પ્રસંગની ખૂબ આનંદ પૂર્વક ઉજવણી કરવામાં આવી... શ્રી જગદીશભાઈ પટેલ અને ગીતાબેન પટેલ ની ઉપસ્થિતિ અને શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી અને ચંદ્રિકાબેન ની રાહબરીમાં કોસ્ટામેસા સીટીના એક પર્શનલ પુલ ઉપર દશેરાના દિવસે સવારના ૧૦-૦૦ આમંત્રિત સભ્યો ભેગા થયા હતા... 

     સંસ્થાના પ્રવક્તાશ્રી ગુણવંતભાઈ અને તારાબેન પટેલ દ્વારા સૌને મીઠો આવકારા આપવામાં આવેલ... આગંતુકોમાં પીઢ સભ્યશ્રી મોહનલાલ અને શ્રીમતિ કાન્તાબેન હાંસલીયા,શ્રી સુભાષભાઈ અને શ્રીમતિ ગીતાબેન ભટ્ટ,જાણીતા પત્રકાર શ્રી હષદરાય અને શ્રીમતિ લત્તાબેન શાહ,

આઈસાના પ્રમુખશ્રી જીતેદ્રકુમાર અને શ્રીમતિ ભારતીબેન પટેલ.સંસ્થાના ઉર્જાવાન સભ્યશ્રી મહેદ્રપુરી અને શ્રીમતિ લીલાવતીબેન ગૌસ્વામી,તથા પ્રિતીબેન ગાંધી વગેરેની ઉપસ્થિતી ધ્યાન ખેંચે તેવી હતી...

   કાર્યક્રમની શરુઆતમાં સંગીત ખુરશીની રમતનું સંચાલન શ્રી ગુણવંતભાઈ પટેલે સંભાર્યું હતું...જેમાં વિજેતા થયા હતા શ્રી મોહનલાલ હાંસલીયા, ત્યારબાદ સ્ટ્રોથી એક એક ચીઠ્ઠી ઉપાડીને બાઊલમાં મૂકવાની રમત રમાડવામાં આવી હતી, જેનું સંચાલન ચંદ્રિકાબેન મિસ્ત્રીની આગેવાનીમાં રમાડેલી રમતના વિજેતા હતા શ્રી હર્ષદરાય શાહ, જ્યારે ત્રીજી રમતમાં ૩૦ સેકંડમાં એક મીણબત્તીથી બીજી મીણબત્તી સળગાવીને હોલવવી અને પુનઃ સળગાવવાની રમતમાં શ્રી મહેંદ્રપુરી ગોસ્વામી વિજેતા થયા હતા... તમામ વિજેતાઓને શ્રી જગદીશભાઈ અને શ્રીમતિ ચંદ્રિકાબેન ના હસ્તે ઈનામ વિતરણ કરાયું હતું....જેને સૌએ હર્ષભેર આવકાર્યું હતું... ત્યાર બાદ સૌએ ફાફડા, જલેબી, ચોરાફળી, મરચાં, વેફર્સ, ડીપ, કાચા પપ્પૈયાની મસાલેદાર ચટણી.કઢીની ચટણી વગેરે ને ન્યાય આપ્યો હતો.....અને  એક-બીજાને દશેરાની શુભેચ્છાઓ પાથવી હતી.. રીતે દશેરાની ઉજવણી આનંદપૂર્વક કરી હતી અને પુનઃ દીવાળી મિલન કાર્યક્રમ માટે મળવાની અપેક્ષા સાથે કાર્યક્રમ નું સમાપન કરવામાં આવ્યું.  (માહિતી હર્ષદરાય શાહ અને તસ્વિર:- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા)

(12:00 am IST)