Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

અમેરિકાના ટેક્સાસમાં હૃદયદ્રાવક કાર અકસ્માત : ભારતીય-અમેરિકન માતા અને બે પુત્રીઓના મોત

એટલાન્ટા, : અમેરિકાના ટેક્સાસમાં હૃદયદ્રાવક કાર અકસ્માત દુર્ઘટનામાં, જાહેર સુરક્ષા વિભાગના જણાવ્યા અનુસાર.એક ભારતીય અમેરિકન મહિલા અને તેની બે પુત્રીઓનું રવિવારે સવારે વોલર, ટેક્સાસ નજીક એક મોટી દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.

તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (TANA) બોર્ડના સભ્ય ડૉ. કોડાલી નાગેન્દ્ર શ્રીનિવાસની પત્ની અને બે પુત્રીઓનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ ટેક્સાસ ગયા તે પહેલાં પરિવાર એટલાન્ટા વિસ્તારમાં રહેતો હતો અને અહીં ઘણા મિત્રો છે.

વોલર પોલીસના જણાવ્યા અનુસાર, સવારે 11:08 વાગ્યે, કિકાપુ રોડ પર FM 2920 પર વાહન અકસ્માત થયો હતો.જેમાં મૃત્યુ પામનાર ઇન્ડિયન અમેરિકન મહિલા વાનિશ્રી આઈટી પ્રોફેશનલ તરીકે કામ કરતી હતી. મોટી દીકરી મેડિકલ સ્ટુડન્ટ હતી જ્યારે નાની હાઈસ્કૂલની જુનિયર હતી. તેવું એન.આર.આઈ.પલ્સ દ્વારા જાણવા મળે છે.

(8:20 pm IST)