Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

યુ.એસ.માં હિન્દુ ટેમ્પલ બોથેમ વોશીંગ્ટન મુકામે નવરાત્રિ ઉત્સવઃ ૪ ઓકટો.ના રોજ શ્રી સરસ્વતી પૂજા, પ ઓકટો.ના રોજ શ્રી દુર્ગાદેવી જાગરણ, તથા ૭ ઓકટો.૨૦૧૯ના રોજ વિજયા દશમી પર્વ ઉજવાશે

વોશીગ્ટનઃ યુ.એસ.માં હિન્દુ ટેમ્પલ એન્ડ કલ્ચરલ સેન્ટર બોથેલ વોશીંગ્ટન મુકામે ૨૯ સપ્ટેં.થી શરૂ થયેલો નવરાત્રિ ઉત્સવ ૭  ઓકટો. ૨૦૧૯ સુધી ઉજવાશે. જે અંતર્ગત દૈનંદિન કુમકુમ અર્ચના તથા સ્પેશીઅલ પૂજા થશે.

૪ ઓકટો.ના રોજ શ્રી સરસ્વતી પૂજા થશે. ૫ ઓકટો.ના રોજ સાંજે ૭ વાગ્યાથી સામુહિક કુમકુમ પૂજા કરાવાશે. તથા રાત્રિના ૮.૩૦ વાગ્યાથી નવરાત્રિ શ્રી દુર્ગાદેવી જાગરણ કરાશે.

વિજયા દશમી ઉત્સવ ૭ ઓકટ. ૨૦૧૯ના રોજ ઉજવાશે. તેવું જાણવા મળે છે.

(9:19 pm IST)