Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

અમેરિકામાં ઓસ્ટીન હિન્દુ ટેમ્પલ ટેકસાસના ઉપક્રમે ઉત્સવોની હારમાળાઃ આજ ૧ ઓકટો.ના રોજ શ્રી અભયા અંજનેયા અભિષેકમઃ આવતીકાલ ર ઓકટો.ના રોજ શ્રી મહાલક્ષ્મી અભિષેકમ તથા ૩ ઓકટો.૨૦૧૯ના રોજ શ્રી શિરડી સાંઇબાબા અભિષેકમ પ્રોગ્રામ યોજાશેઃ ૭ ઓકટો.ના રોજ વિજયા દશમી પર્વ તથા ૮ ઓકટો.ના રોજ શ્રી વેંકટેશ્વર જયંતિ ઉજવાશે

ટેકસાસઃ યુ.એસ.માં ''ઓસ્ટીન હિન્દુ ટેમ્પલ ઓફ કોમ્યુનીટી સેન્ટર, ૯૮૦૧, ડેકર લેક રોડ, ઓસ્ટીન ટેકસાસ મુકામે આજ ૧ ઓકટો.ના રોજ શ્રી અભયા અંજનેયા અભિષેકમ, ૨ ઓકટો.ના રોજ શ્રી મહાલક્ષ્મી અભિષેકમ, તથા ૩ ઓકટો.૨૦૧૯ના રોજ શ્રી શિરડી સાંઇબાબા અભિષેકમ પ્રોગ્રામ યોજાશે.

૫ ઓકટો.ના રોજ દુર્ગાષ્ટમી તથા ૬ ઓકટો.૨૦૧૯ના રોજ મહાનવમી માતાકી ચૌકી કાર્યક્રમ યોજાશે. ૭ ઓકટો.ના રોજ શ્રી સાંઇબાબા મહાસમાધિ દિન ઉજવાશે. તથા વિજયા દશમી પર્વ ઉજવાશે.૮ ઓકટો.ના રોજ શ્રી વેંકટેશ્વર જયંતિ ઉજવાશે તેવું જાણવા મળે છે.

 

(9:09 pm IST)