Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

યુ.એસ.માં બર્કલે સીટી કાઉન્સીલર તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી રાશિ કેસરવાનીઃ ભાવિ પેઢી માટે શહેરને શ્રેષ્ઠ રહેણાંકઙ્ગસ્થળ બનાવવાનો હેતુ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં બર્કલે સીટી કાઉન્સીલના પ્રથમ ડીસ્ટ્રીકટમાંથી ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી રાશિ કેસરવાનીએ ઉમદવારી નોંધાવી છે.

બર્કલેને વિવિધતા સભર તકોના શહેર તરીકે વિકસાવવા, તમામને સામાજીક ન્યાય મળે તે માટે પ્રયત્ન કરવા તથા ભાવિ પેઢી માટે શ્રેષ્ઠ રહેણાંક સ્થળ બનાવવાના હેતુ સાથે તેમણે ઉમેદવારી નોંધાવી હોવાનું જણાવ્યું હતું.

તેમણે ૨૦૦૫ની સાલમાં બ્રાઉન યુનિવર્સિટીમાંથી બેચરલ ડીગ્રી મેળવેલી છે. તથા ૨૦૧૨ની સાલમાં પબ્લીક પોલીસી સાથે યુ.સી. બર્કલેમાંથી માસ્ટર ડીગ્રી મેળવેલી છે.

જો તેઓ ચૂંટાઇ આવે તો શહેરના લોકોને વ્યાજબી કિંમતે રહેણાંક સુવિધા, સાથે મકાનોની તંગી દૂર કરવા, સલામતી બક્ષવા, રસ્તાઓ રીપેર કરાવવા, પર્યાવરણ સુરક્ષા, આરોગ્ય સુવિધા તથા ઓછુ વળતર મેળવતા લોકોને વધુ વળતર મળે તે માટે પ્રયત્ન કરવાની નેમ ધરાવે છે.

(9:40 pm IST)