Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

યુ.એસ.માં યોજાયેલી" સિનીયર જિઓગ્રાફી બિ" સ્પર્ધામાં ભારતીય અમેરિકન સ્ટુડન્ટ નેશનલ ચેમ્પિયન : 8 માં ગ્રેડમાં અભ્યાસ કરતા શ્રેયાન મિત્રાએ ભારતનું નામ રોશન કર્યું

મેરીલેન્ડ : યુ.એસ.ના મેરીલેન્ડ માં યોજાઈ ગયેલી સિનીયર જિઓગ્રાફી બિ સ્પર્ધામાં 8 માં ગ્રેડમાં અભ્યાસ કરતા  ભારતીય અમેરિકન સ્ટુડન્ટ શ્રેયાન મિત્રાએ નેશનલ ચેમ્પિયન તરીકે વિજેતા થઇ વિદેશની ધરતી ઉપર ભારતનું નામ રોશન કરી બતાવ્યું છે.

નોર્થ સાઉથ ફાઉન્ડેશન આયોજિત સ્પર્ધામાં એક હજાર ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાંથી આખરી સ્પર્ધા માટે પસંદ કરાયેલા એક સો વિદ્યાર્થીઓ વચ્ચે શ્રેયાન નેશનલ ચેમ્પિયન એવોર્ડ જીતી બતાવ્યો હતો.

સાન્ટા ક્લારામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અગાઉ પણ નેશનલ જિઓગ્રાફી સોસાયટી તેમજ નેશનલ જિઓગ્રાફી ઓલમ્પિયાડ આયોજિત સ્પર્ધામા ઇનામો મેળવેલા છે.

(12:01 pm IST)