Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ઇન્ડિયન અમેરિકન સંશોધક ડો.સેથુરામન પંચાનાથનને NSFનો ૩ મિલીયન ડોલરનો એવોર્ડઃ ભાવિ પેઢીને વર્તમાન સમયના જટિલ તેવા સામાજીક પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શન તથા ટ્રેનીંગ આપશે

એરિઝોનાઃ યુ.એસ.માં એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના સંશોધક ઇન્ડિયન અમેરિકન સેથુરામન પંચાનાથનને નેશનલ સાયન્સ ફાઉન્ડેશન (NSF) દ્વારા ૩ મિલીયન ડોલરનો એવોર્ડ એનાયત કરાયો છે.

NSF ના સંશોધન તથા ટ્રેનીશીપ પ્રોગ્રામ અંતર્ગત શિક્ષણ સહિત જુદા જુદા ક્ષેત્રે ભાવિ પેઢીને સજ્જ કરવા ૧૭ પ્રોજેકટ મારફત ૫૧ મિલીયન ડોલર અપાયા છે. જે પૈકી યુવાનોને વર્તમાન સમયના જટિલ તેવા સામાજીક પ્રશ્નોના નિરાકરણ વિષે માર્ગદર્શન તથા ટ્રેનીંગ આપવા શ્રી સેથુરામનને ઉપરોકત રકમનો એવોર્ડ અપાયો છે.

શ્રી એથુરામન ભારતની મદ્રાસ યુનિવર્સિટીના સાયન્સ ગ્રેજ્યુએટ છે.તેમણે આઇ.આઇ.ટી.બેંગ લોરમાંથી ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનીયર ડીગ્રી તથા આઇ.આઇ.ટી.મદ્રાસમાંથી એમ.ટેક કરેલુ છે કેનેડાની ઓટાવા યુનિવર્સિટીમાંથી કોમ્યુટર એન્જીનીયરીંગ ક્ષેત્રે ડોકટરેટ ડીગ્રી મેળવેલી છે.

 

(9:20 pm IST)