Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

બાળકો તથા પુખ્ત વયના લોકોને ચિત્રો દ્વારા શિક્ષણ આપતી ફ્રી એપનું નિર્માણઃ યુ.એસ.ની કાર્નેગી મેલ્લોન યુનિવર્સિટીના ૨ ભારતીય અમેરિકન સહિતના સ્ટુડન્ટસની ટીમનું નવતર પ્રદાનઃ ઓછુ શબ્દભંડોળ ધરાવતા બાળકો તથા મંદબુધ્ધિના લોકોને રંગીન ચિત્રોના માધ્યમથી વિનામૂલ્યે શિક્ષિત કરવાની તક

પિટસબર્ગઃ યુ.એસ.માં કાર્નેગી મેલ્લોન યુનિવર્સિટી ચેપ્ટર ઓફ ડિઝાઇન ફોર અમેરિકાના ભારતીય અમેરિકા સ્ટુડન્ટસ સહિતની ટીમએ એક નવી જ ફ્રી મોબાઇલ એપ બનાવી છે. જે દૃશ્ય દ્વારા બાળકો તથા પુખ્તવયના લોકોને જરૃરી શિક્ષણ તથા માર્ગદર્શન આપી શકે છે.

ખાસ કરીને શબ્દભંડોળ ઓછુ ધરાવતા બાળકો તેમજ મંદબુધ્ધિ ધરાવતા લોકોને રંગીન દૃશ્યો દ્વારા સમજણ-શિક્ષણ આપવા માટે બનાવાયેલી આ ફ્રી એપનું નિર્માણ કરનારી ટીમમાં ૨ ભારતીય અમેરિકન સ્ટુડન્ટસ શશાંક ગોગૂલા તથા મેહર સાહનીનો સમાવેશ થાય છે.

(9:20 pm IST)