Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

યુ.એસ.ના અર્કાન્સાસ સ્ટેટ હાઉસ રિપ્રેઝન્ટેટીવ તરીકે ઉમેદવારી નોંધાવતા સુશ્રી ગાયત્રી અગ્નિઃ નવે. માસમાં યોજાનારી જનરલ ચૂંટણીમાં વર્તમાન બિનહરીફ રિપબ્લીકન પ્રતિનિધિ સામે ટક્કર લેશે

અર્કાન્સાસઃ યુ.એસ.ના અર્કાન્સાસ સ્ટેટ હાઉસ રિપ્રેઝન્ટેટીવ તરીકે બોન્ટેનવિલ્લેમાંથી ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ મીહલા સુશ્રી ગાયત્રી અગ્નિએ ઉમેદવારી નોંધાવી છે. તેઓ ૨૦૧૬ની સાલમાં બિનહરીફ ચૂંટાઇ આવેલા રિપબ્લીકન ઉમેદવાર જીમ ડોપ્સન સામે નવે. માસમાં યોજાનારી ચૂંટણીમાં ટક્કર લેશે.

સુશ્રી ગાયત્રીના મંતવ્ય મુજબ બિનહરીફ ચૂંટણી લોકશાહીના પાયામાં પ્રહાર સમાન છે. તેનાથી લોકશાહીના મૂલ્યોનું હનન થાય છે. તેમજ સામાન્ય માણસોના પ્રશ્નો હલ કરવા તેઓ આતુર હોવાથી તેમણે ઉમેદવારી નોંધાવી છે. તેઓ બહુ મોટા તેવા પરોપકારી ફાઉન્ડેશનમાં સિનીયર ડીરેકટર તરીકે સેવાઓ આપે છે. તથા રોજગારી, શિક્ષણ સહિતના ક્ષેત્રે કામગીરી બજાવવા માંગે છે.

(9:19 pm IST)