Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

યુ.એસ.માં એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એશોશિએશન તથા AHLAના સંયુકત ઉપક્રમે યોજાઇ ગયેલી સમિટઃ ઓનલાઇન હોટેલ બુકીંગ કૌભાંડ સામે ગ્રાહકોને રક્ષણ આપવા સરકારને અનુરોધ કરાયો

 

કેપિટલ હિલઃ યુ.એસ.માં ૧૨ તથા ૧૩ સપ્ટેં. દરમિયાન ''એશિઅન અમેરિકન હોટેલ ઓનર્સ એશોશિએશન (AAHOA)'' તથા ''અમેરિકન હોટેલ એન્ડ લોજીંગ એશોશિએશન (AHLA)''ના સંયુકત ઉપક્રમે ૨૦૧૮ સમીટનું આયોજન કરાયું હતું. જેમાં ૪૦૦ ઉપરાંત પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

કેપિટલ હીલ ખાતે આયોજીત આ સમિટમાં ઓનલાઇન હોટેલ બુકીંગ કૌભાંડ સામે ગ્રાહકોને રક્ષણ આપવા લો મેકર્સને અનુરોધ કરાયો હતો. તથા બન્ને ઓર્ગેનાઇઝેશન દ્વારા હોટેલ વ્યવસાય મારફત ૮ મિલીયન અમેરિકનોને રોજગારી અપાતી હોવાનું જણાવ્યું હતુ.ં તથા ૬૦૦ મિલીયન ડોલર જેટલી રકમ અર્થતંત્રમાં ઠલવાતી હોવાનું જણાવાયું હતું. તેમજ ફેડરલ, સ્ટેટ તથા સ્થાનિક ક્ષેત્રે ૧૭૦ બિલીયન ડોલર જેટલી રકમ ટેક્ષપેટે ચૂકવાની હોવાનું જણાવાયું હતું. તેથી દેશના ટુરીઝમ ક્ષેત્રના વધુ વિકાસ માટે આ વ્યવસાયને ટેકસ સહિતના ક્ષેત્રોમાં રાહત આપવા અનુરોધ કરાયો હતો. સમિટમાં અમેરિકાના વિવિધ ડીપાર્ટમેન્ટના હાજર પ્રતિનિધિઓ સમક્ષ ઉપરોકત રજુઆત કરાઇ હતી.

(9:25 pm IST)