Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

યુ.કે.માં રોયલ સોસાયટીના ઉપક્રમે પસંદ કરાયેલા ૨૪ મેડલ વિજેતાઓમાં ભારતીય મૂળના પ્રોફેસર વિરેન્દર અગરવાલને સ્થાનઃ ટીબી દર્દમાં વધુ અસરકારક પૂરવાર થતી રસીના સંશોધન માટે મેડલ તથા બે હજાર પાઉન્ડનું ઇનામ આપી સન્માનિત કરાશે

લંડનઃ યુ.કે.માં રોયલ સોસાયટીના ઉપક્રમે ૨૦૧૯-૨૦૨૦ની સાલ માટે મેડલ વિજેતાઓની કરાયેલી પસંદગીમાં ભારતીય મૂળના પ્રોફેસર વિરેન્દ્ર અગરવાલએ ૨૪ મેડલ વિજેતાઓમાં સ્થાન મેળવ્યું છે. તેમને થ્રી ડી આર્કિટેકચર્સ ક્ષેત્રે ડેવી મેડલ માટે પસંદ કરાયા છેે.

શ્રી અગરવાલ યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલમાં સિન્થેટીક કેમિસ્ટ્રી પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે તેમણે ટીબી દર્દમાં આપવાની થતી રસી માટેના સંશોધન દ્વારા મહત્વની કામગીરી બજાવી છે.

જે માટે તેમને ૨૯ નવેં.૨૦૧૯ના રોજ સોસાયટીની વાર્ષિક મીટીંગ વખતે ડેવી મેડલ બે હજાર પઉન્ડનું ઇનામ આપી સન્માનિત કરાશે.

(9:39 pm IST)