Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ભારતની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન તથા જુના જમાનાના મશહૂર ક્રિકેટર સુનિલ ગાવસ્કર અમેરિકાના પ્રવાસેઃ વિના મુલ્યે બાળકોના હૃદયનું ઓપરેશન કરી આપવા હાર્ટ ટુ હાર્ટ ફાઉન્ડેશન તથા શ્રી સત્ય સાંઇ હોસ્પિટલ માટે ફંડ ભેગુ કરી આપ્યું: પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત લીધી

ન્યુયોર્કઃ ભારતની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન તથા જુના જમાનાના મશહૂર ક્રિકેટર હાલમાં અમેરિકાના પ્રવાસે છે જયાં તેઓ હાર્ટ ટુ હાર્ટ ફાઉન્ડેશન (H 2 H) દ્વારા શ્રી સત્ય સાંઇ સંજીવની હોસ્પિટલના સહયોગ સાથે બાળકોને વિનામૂલ્યે કરી અપાતા હૃદયરોગના ઓપરેશન માટે ફંડ ભેગુ કરવામાં મદદરૂપ થઇ રહ્યા છે. જે માટે તેમણે ન્યુજર્સી,  એટલાન્ટા જયોર્જીયા સહિતના સ્થળોની મુલાકાત સાથે ૨૩૦ જેટલા ઓપરેશન વિનામૂલ્યે કરાવી આપવા ફંડ ભેગુ કરી દીધુ હતું.

આ દરમિયાન તેઓ ન્યુયોર્ક મુકામે આવેલા ટ્રમ્પ બેડમિન્સ્ટર ગોલ્ફ કોર્સ ખાતે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળ્યા હતા.

તેઓ હાલમાં ભારત તથા વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે  ચાલી રહેલી ટેસ્ટ મેચ સિરીઝમાં મિડીયા ક્ષેત્રે ડયુટી બજાવી રહ્યા છે.

(9:38 pm IST)