Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ભારતની એન્જીનીઅરીંગ ફર્મ AXISCADES એ વ્યવસાયનો વ્યાપ વધાર્યોઃ અમેરિકાના સાઉધર્ન એરિઝોનામાં ખાણ ઉદ્યોગો, એરોસ્પેસ, ડીફેન્સ સહિતના ક્ષેત્રોમાં એન્જીનીઅરીંગ સેવાઓ આપશેઃ આગામી પાંચ વર્ષમાં ૩૨૦ નવી રોજગારીનું નિર્માણ કરશે

એરિઝોનાઃ ભારતની એન્જીનીયરીંગ ફર્મ AXISCADES એ તેના વ્યવસાયનો વ્યાપ અમેરિકાના સાઉધર્ન એરિઝોનામાં વિસ્તારવાનું નક્કી કર્યુ છે. જયાં આગામી પાંચ વર્ષમાં તે નવી ૩૨૦ રોજગારીનું નિર્માણ કરશે.

સાઉથ એરિઝોનાના ટકસન મુકામે ખાણ ઉદ્યોગો, એરોસ્પેસ, ડીફેન્સ, તથા હેલ્થ ક્ષેત્રે આ ફર્મ સેવાઓ આપશે. જે અમુક ઉદ્યોગો માટે એન્જીનીયરીંગ ક્ષેત્રના પ્રશ્નોનું નિરાકરણ કરી આપશે. તેમજ યુનિવર્સિટી ઓફ એરિઝોના તથા એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના માધ્યમ દ્વારા કંપનીમાં નવી ભરતી કરશે તેવું AXISCADESની એકઝીકયુટીવ ટીમએ જણાવ્યું હતું. આ  ટીમને એરિઝોના ગવર્નરએ આવકારી હતી. 

(9:27 pm IST)