Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

અમેરિકામાં શિવદુર્ગા ટેમ્પલ ઓફ બે એરીયા, સન્નીવલે કેલિફોર્નિયા મુકામે આવતીકાલ ર સપ્ટેં.ના રોજ જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશેઃ બાલગોપાલ અભિષેકમ, ભજન,કિર્તન,પ્રવચન,ઝુલા દર્શન, તથા પ્રસાદનું આયોજન

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં શિવ દુર્ગા ટેમ્પલ ઓફ બે  એરીયા, ૧૧૭૦ કેર્ન એવન્યુ, સન્નીવલે કેલિફોર્નિયા, મુકામે આવતીકાલ ર સપ્ટેં. રવિવારના રોજ જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે. જેનો સમય સાંજે ૬.૩૦ કલાકથી શરૃ થશે.

ઉત્સવ અંતર્ગત બાલગોપાલ અભિષેકમ, ભજન,કિર્તન,પ્રવચન,ઝુલા દર્શન તથા પ્રસાદનું આયોજન કરાયું છે.

મંદિરના ઉપક્રમે ગણેશ ચતુર્થી ૧૩ સપ્ટેં.ના રોજ ઉજવાશે. તથા મેળાનું આયોજન ૨૧ થી ૨૩ સપ્ટેં. દરમિયાન સાંજે ૬ઃ૩૦ કલાકથી કરાયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:26 pm IST)