Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

H -1B વિઝા પોલિસીમાં કોઈ ફેરફાર નહીં થાય : 6 સપ્ટે.ના રોજ દિલ્હીમાં મળનારી બંને દેશોની બેઠક પહેલા અમેરિકાની સ્પષ્ટતા

ન્યુદિલ્હી : ભારત તથા અમેરિકા વચ્ચે 6 સપ્ટે.ના રોજ મળનારી બેઠકમાં એચ.1બી વિઝા મામલે પણ ચર્ચા કરવાની કાગડોળે રાહ જોઈ રહેલા ભારતને અમેરિકાએ અંગુઠો બતાડી દીધો છે.જે મુજબ અમેરિકાના વિદેશ મંત્રાલયે આ બાબતમાં તેઓ ચર્ચા કરી શકવાની પરિસ્થિતિમાં ન હોવાનું અત્યારથી જ  જણાવી દીધું છે.

ઉલ્લેખનીય છે કે ભારતના વિદેશ મંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજે એક મહિના પહેલા રાજ્યસભામાં જણાવ્યું હતું કે 6 સપ્ટે.ના રોજ ન્યુદિલ્હી મુકામે મળનારી બંને દેશોની મિટિંગમાં તેઓ એચ.1બી વિઝાને લગતો પ્રશ્ન ઉઠાવશે.પરંતુ હવે આ પ્રશ્ન ઉપર ટાઢું પાણી ફરી ગયાનું જાણવા મળે છે.

(12:00 am IST)