Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

યુ.એસ.માં ઇન્ડિયન એશોશિએશન ઓફ લોસ એન્જલસના ઉપક્રમે રપ ઓગ. ના રોજ ભારતનો ૭ર મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયોઃ '' ઇન્ડિપેન્ડન્સ મેલા'', સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજનો કરાયા : કોંગ્રેસમેન બ્રાડ શેમેન,શ્રીલંકાના કોન્સ્યુલ જનરલ, સહિત હજારો લોકોએ હાજરી આપી

લોસ એન્જલસઃ  યુ.એસ.માં '' ઇન્ડિયન એશોશિએશન  ઓફ લોસ એન્જલસ (IALA) '' ના ઉપક્રમે રપ ઓગ. ના રોજ ભારતનો ૭ર મો  સ્વાતંત્ર્ય દિન ઉજવાયો હતો. ૧૧ મી વાર્ષિક ઉજવણી અંતર્ગત આ દિવસે '' ઇન્ડિપેન્ડસ મેલા''  નું આયોજન કરાયું હતું.  સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.  જુદા જુદા બુથનું આકર્ષણ જોવા મળ્યું હતુ. આ પ્રસંગે  હજારો નાગરિકોએ ઉમંગભેર ઉજવણીમાં ભાગ લીધો હતો.

લોસ એન્જલસમાં આવેલી બર્મિંગહામ હાઇસ્કુલના પટાંગણમાંઙ્ગકરાયેલી ઉજવણીમાં IALA ચેર શ્રી વિનોદ મંછાણી પ્રેસિડન્ટશ્રી મનમોહન   ચોપ્રા કો-ફાઉન્ડર શ્રી ઇન્દર સિંઘ કોંગ્રેસેમેન બ્રાડ શેર્મેન તથા શ્રી લંકાના કોન્સ્યુલ જનરલ શ્રી સ્વર્ણ ગનારત્ને સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.  તથા ભારતની આઝાદી ચળવળના શહીદોને શ્રધ્ધાંજલી આપી પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.

(9:02 pm IST)