Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

યુ.એસ.માં H-4 વીઝા ધારકોનો કામ કરવાનો અધિકાર રદ કરવા મામલે DHS અધિકારીઓ દ્વારા થઇ રહેલી સમીક્ષા

વોશીંગ્‍ટન ડીસીઃ  અમેરિકામાં  H-4 વીજા ધારકોનો કામ કરવાનો અધિકાર રદ કરવા મામલે ટ્રમ્‍પ સરકાર દ્વારા વધુ એક સમીક્ષા થઇ રહી છે કારણ કે હજુ સુધી હોમલેન્‍ડ સિકયુરીટી વિભાગના અધિકારીઓ દ્વારા આ અધિકાર રદ કરવાથી અમેરિકાના અર્થતંત્ર ઉપર થનારી અસરો સાબિત થઇ શકી નથી.

ગત સપ્તાહમાં ડીસી કોર્ટ ઓફ અપીલ સમક્ષ ‘‘ સેવ જોબ્‍સ US '' અંતર્ગત કરાયેલા દાવા મુજબ સમીક્ષા પૂર્ણ થયે  તેના અમલ માટે કામગીરી આગળ વધારાશે.

ઉલ્લેખનીય છે કે H-4 વીઝા ધારકોનો કામ કરવાનો અધિકાર જો રદ થાય તો ૧ લાખ જેટલા ભારતીય મૂળના આ વીઝા ધારકો કે જેમાં મોટા ભાગની મહિલાઓ છે તેમને અસર થશે.

ઇન્‍ડિયન  અમેરિકન એટર્ની શ્રી સાઇરસ મહેતાએ સમાચાર સૂત્રને જણાવ્‍યા મુજબ હાલમાં અમેરિકાની સરકારે આ નિર્ણય સ્‍થગિત કરી દીધો છે. કારણ કે H-4 વીઝા રદ કરવાથી અમેરિકાના અર્થતંત્ર ઉપર અવળી અસર નહીં થાય તેવું પુરવાર કરવું અઘરું છે.

(11:41 pm IST)