Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

યુ.એસ.માં સિલીકોન વેલ્લી લીડરશીપ ગૃપ દ્વારા ર ઇન્‍ડિયન અમેરિકનને 'Doers' સન્‍માનઃ ઇમીગ્રન્‍ટસને તમામ ક્ષેત્રે પ્રેરણા આપવા બદલ સુશ્રી સોનુ રત્‍ના તથા શ્રી અહમદ વાની સન્‍માનિત કરાયા

સિલીકોન વેલ્લીઃ  યુ.એસ.માં સિલીકોન વેલ્લી લીડરશીપ ગૃપ દ્વારા ર૦૧૮ ની સાલના 'Doers'  કે જેઓ ઇમીગ્રન્‍ટસ માટે પ્રેરણાદાયી વ્‍યકિતત્‍વ ધરાવે છે તેમને ર૩  ઓગ. ર૦૧૮ ના રોજ સન્‍માનિત કરાયા હતા.

આ સન્‍માનિત થનાર ર ઇન્‍ડિયન અમેરિનમાં અકકારા ના કો-ફાઉન્‍ડર સુશ્રી સોનુ રત્‍ના તથા શ્રી અહમદ વાની નો સમાવેશ થતો હતો. જેમણે ઇમીગ્રન્‍ટસને  DACA , ડ્રીમર્સ,  ડુઅર્સ, તથા ડીફેન્‍ડર્સ ક્ષેત્રે પ્રેરણા આપવાનું સામાજીક ક્ષેત્રે સ્‍થાન આપવાનું  કાર્ય કર્યુ છે. જે માટે તેઓએ વ્‍યવસાયિક, ફિલાન્‍થ્રોપી, સલામતિ તથા ન્‍યાય ક્ષેત્રે સિલીકોન વેલ્લીમાં નેતૃત્‍વ શ્રેષ્‍ઠ કામગીરી બજાવી છે.

(11:40 pm IST)