Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ભારતના જરૂરીયાતમંદ બાળકો માટે ૨૦૧૮ની સાલમાં ૧૦ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરાશેઃ એકલ વિદ્યાલય ફાઉન્‍ડેશનનો લક્ષ્યાંકઃ ફંડ ભેગુ કરવા યુ.એસ.માં ઓકટો.માસમાં ૩ ગાલા પ્રોગ્રામ યોજાશે

ન્‍યુયોર્કઃ ભારતના જરૂરીયાતમંદ બાળકોને મદદરૂપ થવા ૨૦૧૭ની સાલમાં ૮ મિલીયન ડોલરનું ફંડ એકત્ર કરી અપાયા બાદ ૨૦૧૮ની સાલમાં એકલ વિદ્યાલય ફાઉન્‍ડેશનએ ૧૦ મિલીયન ડોલર ભેગા કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ માટે ૩ ગાલા પ્રોગ્રામ યોજાવાનું આયોજન કરાયુ છે.

હાલમાં એકલ વિદ્યાલય ફાઉન્‍ડેશનની સહાયથી ભારતમાં ૭૨ હજાર સ્‍કુલોના ૧૯ લાખ ૨૦ હજાર વિદ્યાર્થીઓ લાભ મેળવી રહ્યા છે. જેમાં અડધા જેટલી વિદ્યાર્થીનીઓ છે. તથા આગામી ૨૦૨૨ની સાલ સુધીમાં ભારતમાં ૧ લાખ સ્‍કુલોને સહાય પૂરી પાડવાનો એકલ વિદ્યાલય ફાઉન્‍ડેશનનો લક્ષ્યાંક છે.

૨૦૧૮ની સાલમાં ૧૦ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરવા માટે યોજાનારા ૩ ગાલા પ્રોગ્રામ પૈકી પ્રથમ પ્રોગ્રામ ૬ ઓકટો.ના રોજ હયુસ્‍ટન મુકામે, ૧૨ ઓકટો.ના રોજ મેરીલેન્‍ડ તથા ૧૩ ઓકટો.ના રોજ ન્‍યુયોર્કમાં યોજાશે. વિશેષ માહિતી www.ekal.org દ્વારા મળી શકશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:40 pm IST)