Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

શુક્રવારથી અમેરિકામાં ચલો ઇન્ડિયાનો દબદબાભેર થશે પ્રારંભ :દેશભરના ગૌરવવંતા મહાનુભાવો ન્યુઝર્સીમાં:ત્રણ દિવસ કલા-સંગીત અને આધ્યાત્મિકતાનો ઝળહળાટ ફેલાશે :તૈયારીઓને આખરી ઓપ

મનોરંજન,પ્રદર્શન અને સેમિનારોમાં અદ્વ્રત વ્યક્તિત્વ અને મહાનુભાવો તરબોળ કરશે :પેપોન,સુરેન્દ્ર શર્મા,કુમાર વિશ્વાસ,મનોજ જોશી,અન્નુ કપૂર,અભિજીત જોશી સહિતની હસ્તીઓ મોજ કરાવશે

શુક્રવારથી અમેરિકામાં ભવ્યાતિભવ્ય ચલો ઇન્ડિયા-2018નો દબદબાભેર પ્રારંભ થવા જઈ રહયો છે ત્રણ દિવસના આ ભવ્ય કાર્નિવલની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહયો છે દેશભરના ગૌરવવંતા મહાનુભાવો ન્યુઝર્સી પહોંચ્યા છે ત્રણ દિવસ ચાલનાર આ ચલો ઇન્ડિયા કલા સંગીત અને આધ્યાત્મિકતાનો અનેરો સંગમ સમા આ કાર્નિવલમાં મનોરંજન,પ્રદર્શન અને સેમિનારોમાં સેલિબ્રિટીઓ રસતરબોળ કરશે

 

અમેરિકામાં વસતા બિન-નિવાસી ભારતીયો 3 દિવસના ચલો ઈન્ડીયા 2018 મહોત્સવમાં ઉત્તમ મનોરંજન.પ્રદર્શન અને સેમિનારની મોજ માણશે પેપોન, સુરેન્દ્ર શર્મા, કુમાર વિશ્વાસ, મનોજ જોષી, અનુકપૂર, આભિજાત જોષી જેવી ઘણી પ્રસિધ્ધ સેલિબ્રીટીઝ 31 ઓગસ્ટથી 2 સપટેમ્બર સુધી ચાલનારા કાર્નિવલમાં સામેલ થશે

 

 અમેરિકામાં વસતા બિન-નિવાસી ગુજરાતીઓ દ્વારા દર બે વર્ષે યોજાતા“ચલો ગુજરાત’ ની પાંચમી એડીશન હવે એક બ્રાન્ડ બની ગઈ છે. અને આ વર્ષે તે વધુ વ્યાપક સ્વરૂપે રજૂ થશે.

એસોસિએશન ઓફ ઈન્ડીયન અમેરિકન ઈન નોર્થ ઈન્ડીયા (આઈના) હવે આ સમારંભનું રિબ્રાન્ડીંગ કરીને તથા તેમાં ઈન્ડીયન-નેસનો ઉમેરો કરીને તેને “ચલો ઈન્ડીયા 2018” ના ન્યૂ જર્સી એક્સપો સેન્ટર ન્યૂ જર્સી ખાતે ઝળહળતા સ્વરૂપે રજૂ કરી રહી છે.

   આ વર્ષે અમેરિકામાં વસતા ભારતીય સમુદાયના 45,000થી વધુ લોકો આ સમારંભના ભાગ તરીકે રજૂ થનાર અદ્ભૂત સ્ટેજ પરફોર્મન્સ, નયનરમ્ય ફેર, અને ધબકાર થયા સેમિનારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તા. 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર 2018 દરમ્યાન યોજાનારા આ સમારંભમાં જે પ્રસિધ્ધ ભારતીય સેલીબ્રીટીઝ સામેલ થશે તેમાં યુથ સેન્સેશન પ્લેબેક સીંગર પેપોન, પદ્મશ્રી એવોર્ડ  વિજેતા કોમેડીયન સુરેન્દ્ર શર્મા, કવિ અને રાજકારણી કુમાર વિશ્વાસ. પ્રસિધ્ધ અભિનેતા મનોજ જોષી અને અનકપર, તથા પ્રસિધ્ધ પટકથા લેખક અભિજાત જોષી અને સૌમ્ય જોષીનો સમાવેશ થાય છે.ત્રણ દિવસનો આ મહોત્સવ મનોરંજન અને થનગનાટનો સમારંભ બની રહેશે

  .વિદેશમાં ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખીને આઈના 2006થી દર બે વર્ષે ચલો ગુજરાત મહોત્સવનું આયોજન કરે છે. અને ત્યાં વસતા ગુજરાતીઓના હૃદયને સ્પર્શી જાય તેવાં અદ્ભત વ્યક્તિત્વો અને મહાનુભવોને રજુ કરે છે. આ વર્ષે તેમણે સમારંભનું સ્વરૂપ બહેતર અને વ્યાપક બનાવ્યું છે. અને તેમાં અમેરિકામાં વસતા તમામ ભારતીયો સામેલ થઈ ઝૂમી શકશે.

  કાર્નિવાલના ભાગ તરીકે વિવિધ ફેસ્ટીવલની ઉજવણી થશે જેમાં ટ્રાવેલ અને ટુરિઝમ ફેસ્ટીવલ. આર્ટ અને કલ્ચર ફેસ્ટીવલ, ભારતીય સંગીત ફેસ્ટીવલ, શોપીંગ ફેસ્ટીવલ. આધ્યાત્મિક ફેસ્ટીવલ અને ફૂડ ફેસ્ટીવલનો સમાવેશ કરાયો છે. આ સંદર્ભમાં અનેક મહાનુભવો અને દમામદાર લોકો ભારતમાંથી અમેરિકામાં વસતા એનઆરઆઈને મોજ કરાવવા આવી રહ્યા છે.

  ટ્રાવેલ અને ટુરિઝમ ફેરમાં વિવિધ વિષયનાં પ્રદર્શન અને પરિસંવાદો વડે પ્રવાસનની ઝલક પૂરી પાડવા ઉપરાંત સમારંભને એક ઉદ્યોગસાહસિકતાનો ઓપ આપશે. ભારતીય સંગીત મહોત્સવમાં ભારતની ધરતીના હદયને સ્પર્શી જાય તેવું સંગીત પોપેન, સુદેશ ભોંસલે. ભાવિન શાસ્ત્રી, ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી. મિરાંદે શાહ અને રિયાશાહ તેમના વેલવેટી અવાજમાં રજૂ કરશે

કલા અને સંસ્‍કૃતિના ફેસ્‍ટીવલમાં કુમાર વિશ્વાસ તેમના અદભૂત પરફોર્મન્‍સ દ્વારા તેમન ધારદાર કવિતાઓ અને તેની એટલીજ સક્ષમ રજુઆત વડે શ્રોતાઓને તરબતર કરી મુકશે. પ્રસિધ્‍ધ કોમેડીયન સુરેન્‍દ્ર શર્મા અને કઠપૂતળી કલાકાર અને વેન્‍ટીલોક્‍વીસ્‍ટ સુરેન્‍દ્ર પાધ્‍યે દર્શકોને હાસ્‍યથી લોટપોટ કરી મૂકશે. આ ઉપરાંત અગાઉ ક્‍યારેય જોવા મળ્‍યુ ન હોય તેવુ એક ભારત શ્રેષ્‍ઠ ભારત મલ્‍ટીમિડીયા શો રજૂ થશે, જે ભારતની સંસ્‍કૃતિ રંગો અને ધબકાર રજૂ કરશે. નંદુ અને તેના જૂથનો નૃત્‍ય પરફોરમન્‍સથી પણ દર્શકો મંત્રમુગ્‍ધ થઇ જશે. બોલીવુડના પ્રસિધ્‍ધ સ્‍ક્રીન પ્‍લેરાઇટર અભિજાત જોષી અને સૌમ્‍ય જોષી તેમના પ્રગતિ પથની વ્‍યક્‍તિગત ગાથા અને અનુભવો રજુ કરશે.

પ્રસિધ્‍ધ લેખક તુષાર શુક્‍લ વિડીયો કોલ દ્વારા મોરારીબાપુ સાથે વાત કરશે. જેમાં દર્શકો ભારતીય મૂલ્‍યો અંગે જાણકારી પ્રાપ્ત કરી શકશે. પ્રસિધ્‍ધ અભિનેતા મનોજ જોષી શ્રીકૃષ્‍ણ, ચાણક્‍ય અને ગાંધીજી અંગે વાર્તાલાપ આપશે. આ ઉપરાંત પ્રસિધ્‍ધ અભિનેતા અનૂકપૂરના મુખે વતન અંગે અદ્રુત રહસ્‍યો અને ઘટનાઓ અંગે વાત કરશે. મલ્‍ટીમિડીયા ડિસ્‍પ્‍લે દ્વારા દર્શકો ભારતના ઘણા સૂપતો અંગે જાણકારી મેળવશે, જેમાં ૧૮૫૭ થી માંડીને સુભાષચંદ્ર બોઝના જીવન અને ક્રાંતિકારી ઘટનાઓને આવરી લેવામાં આવશે. ગીરની માલધારી સમુદાયના જીવસૃષ્‍ટી સાથેના સંબંધની રજૂઆત દ્વારા જીવનને એક નવો જ દ્રષ્‍ટીકોણ આપતુ નાટક રજુ થશે.

અહીં ખરીદી અને ખાન-પાનના શોખીનો માટે પણ ઘણુ બધુ ઉપલબ્‍ધ છે. ફલી માર્કેટમાં અનેક વિકલ્‍પો ઉપલબ્‍ધ થશે આ ઉપરાંત લાઇફસ્‍ટાઇલ ગુડઝ, રિયલ એસ્‍ટેટ, વેલનેસ, અને આયુર્વેદ તેમજ ભોજન રસીકો માટે પણ અધિકૃત ભારતીય વાનગીઓ ઉપલબ્‍ધ રહેશે.

વર્ષ ૨૦૧૯માં મહાત્‍મા ગાંધીની ૧૫૦મી જન્‍મજય્‍તી આવી રહી છે ત્‍યારે ચલો ઇન્‍ડીયામાં ગાંધીજીના જીવનને સમયને આવરી લેતુ એક્‍સલુઝીવ પ્રદર્શન પણ યોજાશે.

 

(8:55 pm IST)