Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

એચ-1બી વિઝા ફી માં વધારો : યુ.એસ.ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ વધારાને મંજૂરી આપી : ઓક્ટોબર માસથી અમલ

વોશિંગટન :  યુ.એસ.ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ યુ.એસ.સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે સૂચવેલા એચ-1બી વિઝા ફી માં વધારાને મંજૂરી આપી દીધી છે. જે 20 ટકા જેટલો વધારો સૂચવે છે. જે ઓક્ટોબર માસથી અમલી બનશે.
આ વધારાને કારણે કંપનીઓ ઉપર 20 ટકાનું ભારણ વધશે
 જે મુજબ 50 થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓએ કર્મચારીઓના વિઝા રીન્યુ કરવા માટે 4000 થી 4500 ડોલર વધુ ચૂકવવા પડશે
3 વર્ષ  માટે અપાતા  એચ-1બી વિઝા વધુમાં વધુ  2 વખત રીન્યુ કરી શકાય છે.

(7:51 pm IST)