Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળ USA ડલાસ ટેકસાસના આંગણે પ્રથમ બ્રહ્મસત્ર તથા પ્રથમ પાટોત્સવ ઉજવાશેઃ ૩ ઓગ.થી ૧૦ ઓગ.૨૦૧૯ દરમિયાન થનારી ઉજવણી અંતર્ગત પ્રભાતફેરી, રાજોપચાર, શ્રીહરિ યાગ, વચનામૃત ચિંતન, સત્સંગ,હેલ્થકેમ્પ,, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત વિવિધ કાર્યક્રમોની હારમાળાઃ ૧૦ ઓગ.ના રોજ પાટોત્સવ નિમિતે અન્નકૂટ દર્શન તથા મહિલા મંચનું આયોજન

 

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ અમેરિકામાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ USA ૬૨૧ પાર્ક વિસ્તા રોડ, પ્લાનો ટેકસાસ મુકામે પ્રથમ બ્રહ્મસત્ર ૧ લો પાટોત્સવ આજ ૩ ઓગ.થી ૧૦ ઓગ.૨૦૧૯ દરમિયાન ઉજવાશે.

ઉજવણી અંતર્ગત આજ ૩ ઓગ.ના રોજ સાંજે ૫-૩૦ થી ૬-૧૫ કલાક દરમિયાન સદગુરૂ શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામીને મુખેથી વચનામૃત ચિંતનનું આયોજન કરાયું છે. તથા ત્યારે પહેલા ૪-૩૦ થી ૫-૩૦ દરમિયાન પુરાણી શ્રીકૃષ્ણપ્રિયદાસજી સ્વામીના મુખે સ્વામિનારાયણ ચરિત્રામૃત કથાનું આયોજન કરાયું છે.

સવારે ૧૦- વાગ્યાથી ૧૧-વાગ્યા દરમિયાન શાસ્ત્રી શ્રી બરિપ્રિયદાસજી સ્વામી તથા શ્રી મુકુંદસ્વરૂપદાસજી સ્વામી વચનામૃત વ્યાખ્યાન માળાનું રસપાન કરાવશે. ત્યારે પહેલા ૯.૩૦ થી ૧૦ વાગ્યા દરમિયાન ભકતાખ્યાન તથા સંત સમાગમનું  આયોજન કરાયું છે.

૩ ઓગ.થી ૯ ઓગ.૨૦૧૯ દરમિયાન દરરોજ સવારે ૭ વાગ્યાથી ૭-૩૦ વાગ્યા દરમિયાન, રાજોપચાર, ૭-૩૦ થી ૮ વાગ્યા દરમિયાન પ્રભાતફેરી, સવારે ૭ થી ૯ વાહ્યા દરમિયાન શ્રીહરિ યાગનું આયોજન કરાયું છે. તથા ૩ ઓગ.થી ૮ ઓગ. દરમિયાન સવારે ૮-વાગ્યાથી ૮-૪૦ વાગ્યા દરમિયાન ધ્યાનનું આયોજન કરાયું છે. તથા ૩ ઓગ.થી ૯ ઓગ. દરમિયાન દરરોજ રાત્રે ૮-૩૦ વાગ્યાથી ૯-૩૦ વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

૪ ઓગ.રવિવારે સવારે ૯-વાગ્યાથી બપોરે ૧-વાગ્યા દરમિયાન હેલ્થ કેમ્પ યોજાશે. તથા ૯ ઓગ.શુક્રવારે સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા દરમિયાન સેમિનારનું આયોજન કરાયું છે.

પાટોત્સવની ઉજવણી ૧૦ ઓગ.ના રોજ કરાશે. જેનો સમય સવારે ૭-૩૦ કલાકનો રાખવામાં આવ્યો છે. અન્નકૂટ દર્શન સવારે ૧૧ કલાકે થશે. બપોરે ૨ વાગ્યાથી ૪-વાગ્યા દરમિયાન મહિલા મંચનું આયોજન કરાયું છે.

વિશેષ માહિતી ડલાસ ટેકસાસ ઇમેલ dallas@gurukul.us કોન્ટેક નં. ૯૭૨-૪૨૩-૧૭૫૫, પરામસ ન્યુજર્સી ૨૦૧-૮૮૨-૫૮૧૫ ફોનિક્ષ AZ ૪૮૦-૮૮૮-૮૭૪૩, શિકાગો ઇલિનોઇસ ૮૪૭-૭૮૦-૧૧૨૩, લોસ  એન્જલસ કેલિફોર્નિયા ૭૧૪-૭૭૯-૮૧૬૬, અથવા એટલાન્ટા જયોર્જીયાના કોન્ટેક નં.૭૭૦-૨૯૯-૧૭૭૦ દ્વારા મળી શકશે તેવું ગુરૂકુળની યાદી જણાવે છે.

(7:30 pm IST)