Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટી ઓફ યુ.એસ.એ.ના ઉપક્રમે 23 જુલાઈ 2022 શનિવારના રોજ ' સમર ફેમિલી પિકનિક ' : મ્યુઝિકલ પ્રોગ્રામ્સ ,ગેમ્સ ,વિજેતાઓને ઇનામ વિતરણ સહીત મનોરંજન કાર્યક્રમો ઉપરાંત સ્વાદિષ્ટ વાનગીઓની ભરમાર : નગરની બેસ્ટ પિકનિકનો લાભ લેવા આપની ડાયરીમાં તારીખ નોંધી લેશો

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટી ઓફ યુ.એસ.એ. તથા ALLIED CARE  SWAD ,PATEL BROTHERS ,NEWYORK LIFE ,Thevan Theivakumar, CLF ના સંયુક્ત ઉપક્રમે 23 જુલાઈ શનિવારના રોજ ' સમર ફેમિલી પિકનિક ' નું આયોજન કરાયું છે.

મેરિલ પાર્ક ઈઝલીન ન્યુજર્સી ખાતે યોજાનારી પિકનિકનો સમય બપોરે 12 - 00 વાગ્યાથી સાંજે 7 - 00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.

પિકનિકમાં મ્યુઝિકલ પ્રોગ્રામ્સ ,ગેમ્સ ,તથા વિજેતાઓને ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.

40 ઇંચથી ઓછી ઊંચાઈ ધરાવતા બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ છે. તેમના વાલી  સાથે હોવા ફરજીયાત છે.

મેમ્બર્સ તથા ગેસ્ટ માટે ગેટ ઉપરથી 20 ડોલર ફી રાખવામાં આવી છે. 4 જુલાઈ પહેલા ટિકિટ ખરીદનાર મેમ્બર્સ માટે 10 ડોલર તથા ગેસ્ટ માટે 15 ડોલર ફી રાખવામાં આવી છે.5 જુલાઈ પછી ટિકિટ ખરીદનાર મેમ્બર્સ માટે 15 ડોલર તથા ગેસ્ટ માટે 20 ડોલર ફી રાખવામાં આવી છે.

પિકનિકમાં અનેક પ્રકારની વેજીટેરીઅન તથા નોન વેજીટેરીઅન વાનગીઓ , BBQ ,આઈસ્ક્રીમ ,તરબૂચ ,સહિતની અનેક વસ્તુઓ મળી શકશે.

પિક્નિકને સ્પોન્સર કરનારાઓ આવકાર્ય છે.

નામ અને લોગો 20 જુલાઈ સુધીમાં નોંધાવી દેવા વિનંતી કરાઈ છે.

નગરની ભરપૂર મનોરંજન સાથેની બેસ્ટ પીકનીકનો લાભ લેવા આપની ડાયરીમાં તારીખ નોંધી લેશો.  

વિશેષ માહિતી માટે શ્રી પ્રદીપ (પીટર ) કોઠારી 1655 - 278 ઓક ટ્રી રોડ એડિસન ન્યુજર્સી સેલ નં .732 - 259 - 6874 , ટેલી.નં .732 - 283 -9696 ,ફેક્સ 732 - 283 -1091 તથા ઈમેલ peter@quicktraveline.com દ્વારા સંપર્ક સાધી શકાશે.

(12:51 pm IST)