Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

હોંગકોંગના 30 લાખ નાગરિકોને બ્રિટનના નાગરિકત્વની ઓફર : ચીને નેશનલ સિક્યુરિટી કાનૂન લાગુ કરતા રઝળી પડેલા નાગરિકો માટેની બ્રિટનની ઓફરથી ચીન ખફા : અમારી આંતરિક બાબતમાં દખલ કરશો તો જડબાતોડ જવાબ આપશું

લંડન : ચીને હોંગકોંગમાં નેશનલ સિક્યુરિટી કાનૂન લાગુ કરતા રઝળી પડેલા 30 લાખ નાગરિકોને બ્રિટને પોતાના દેશનું નાગરિકત્વ આપવાની ઓફર કરી છે.પરંતુ આ ઓફરથી ચીન ગિન્નાયું છે.તથા તેણે જણાવ્યા મુજબ અમારી આંતરિક બાબતમાં માથું મારશો તો અમે તમને તમારી ભાષામાં જવાબ આપશું
ઉલ્લેખનીય છે કે હાલમાં ચીનના કબ્જામાં રહેલું હોંગકોંગ અગાઉ બ્રિટનના તાબામાં હતું

 

(1:45 pm IST)
  • પાકિસ્તાનમાં ૧૯ શીખ યાત્રાળુના મોત : દર્શનાર્થે ગયેલા શીખ શ્રદ્ધાળુઓને વેનને ફરૃખાબાદમાં શાહ હુસૈન એકસપ્રેસ ટ્રેને હડફેડે લેતા વાનમાં રહેલા ૨૫ યાત્રાળુમાંથી ૧૯ના મોત થયા છેઃ આ ટ્રેન કરાંચીથી લાહોર જતી હતીઃ યાત્રાળુઓની વાનનો ભૂકકો બોલી ગયેલ છે access_time 4:12 pm IST

  • કાલે દક્ષિણ ગુજરાતમાં- સૌરાષ્ટ્રમાં રવિવારે અને સોમવારે કચ્છમાં ભારે વરસાદ પડશેઃ હવામાન ખાતુ : હવામાન ખાતાએ કહ્યું છે કે પાંચ દિવસ ગુજરાતભરમાં નેઋત્યનું ચોમાસુ સક્રીય રહેશેઃ તા.૪ થી ૭ જુલાઈ સારો વરસાદ પડશેઃ તા.૫ રવિવારે સૌરાષ્ટ્રમાં અને તા.૬ સોમવારે કચ્છમાં ભારે વરસાદ પડશેઃ તો તા.૪ના દક્ષિણ ગુજરાતમાં ભારે ખાબકશેઃ આમ શનિ- રવિ- સોમ વરસાદી માહોલ જળવાઈ રહેશેઃ માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરાઈ છે access_time 3:37 pm IST

  • ઉત્તરપ્રદેશમાં 'યોગી' નહીં 'રોગી' સરકાર : ગુંડા તત્વો સાથે સરકારની મિલીભગતનો આક્ષેપ : કાનપુરમાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડવા ગયેલા પોલીસકર્મીઓ ઉપર ગોળીબારથી 8 કર્મીઓ શાહિદ થયા : પ્રિયંકા ગાંધી, અખીલેશ યાદવ, તથા માયાવતીના પ્રહારો access_time 1:27 pm IST