Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

''પિતા કુટુંબને usની માફક છાંયડો આપે છે''ઃ ''ફાધર્સ ડે''ઃ યુ.એસ.માં સમસ્ત વૈશ્નવ વણિક જન ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે કરાયેલી ઉજવણીઃ આગામી ૨૧ જુલાઇ ૨૦૧૯ના રોજ પિકનીકનું આયોજન

ન્યુજર્સીઃ ન્યુજર્સીના વુડબ્રીજમાં આવેલ ઇલોરા બેનકવેટમાં સ્વજન (Samast Vaishhov Vanik jan of North America) દ્વારા ફાધરસ ડેની ઉજવણી સ્વજનના મહિલા વિભાગે સુંદર આયોજન કરેલ.

કાર્યક્રમની શરૃઆત દીપ પ્રાગટય અને ઠાકોરજીની સ્તૃતિ સાથે કરવામાં આવેલ. દીપ પ્રાગટયમાં સ્વજન પધાધિકારીઓ સ્પોન્શરસ તેમજ અતિથિવિશેષએ મંગલદીપ પ્રગટાવ્યો હતો.

સંસ્થાના પ્રમુખ નલિમ શાહે સૌને આવકાર્યા હતા. તેમણે પ્રધ્યનમાં સંસ્થાની પ્રવૃતિનો ખ્યાલ તેમજ આગામી નવા કાર્યક્રમની માહિતિ આપી હતી તેમના પ્રવચનમાં ખાસ નોંધ એ હતી કે ''ખીલીને પાણીમાં નાંખો તો ડુબી જાય છે અને લાકડુ તરે છે. પણ ખીલીને લાકડા ઉપર ફીટ કરીને પાણીમાં નાખવામાં આવે તો બન્ને તરે છે.  તેમ સમાજને પાર કરી શકો એટલે કે સમાજને હુંફ હંમેશા મળતી આ વર્ષે દરમ્યાન ૧૦૦૦ થી વધુ સભ્યો બનાવવાનો લકયાંક માટે સર્વેને અપીલ કરેલ છે.

સમાજના બાળકોના પિતા માટેના જુદા જુદા વકતવ્ય રજુ કર્યા તેમાં ધ્યાન ખેંચે એવી રચનાઓમાં ''પિતા કુટુંબના વડા છે પણ વડની માફક કુટુંબને છાંયડો આપે છે. (safegard)  ''બેસ્ટ ટીચર'' ''સુપર હીરો'' Afathr’s words are like thermostat that set the temperture in The house”''A girl’s first true love as herfather.

મહિલા વિભાગે સરપ્રાઝ પ્રરફોમન્સ તેમજ એડલ્ટ ફન ગેમનું આયોજન કરવામાં આવેલ જેમાં સર્વે ભેગા મળી આનંદ મેળવ્યો હતો.

અંતે મ્યુઝીક સાથે લંચ કરી બધા શાહી સ્મૃતિ સાથે છુટા પડ્યા હતા. કાર્યકર્તાએ તેમજ પધાધિકારીઓ સુંદર વ્યવસ્થા માટે દાદ માંગી લે છે.

સ્વજને જુલાઇ ૨૧મીને રવિવારે સવારે ૧૦ થી સાંજના ૭ સુધી પીકનીક મેરલીરન પાર્ક વૃડબ્રીજખાતે રાખવામાં આવેલ છે. તેની ટિકિટ અગાઉથી લેવા માટે સુભાષ શાહ ૭૩૨-૪૦૪-૦૦૯૬, નલીન શાહ ૨૦૩-૯૯૬-૫૩૧૨ ઉપર સંપર્ક સાંધવો.

સ્વજને સપ્ટેમ્બર ૧૫ને રવિવારના રોજ સવારના ૧૧ થી બપોરના ૩ વાગ્યા સુધી ''speed Dating''નો કાર્યક્રમ દીવાન બેનકવેટ, પીસકાટવે, ન્યુજર્સી ખાતે રાખવામાં આવેલ છે. અગાઉથી નામ રજીસ્ટર કરાવવા માટે ઉપેન શાહ ૭૩૨-૫૨૨-૮૧૬૧ અને રાજન શાહ ૭૩૨-૩૧૮-૭૮૯૯ ઉપર સંપર્ક સાંધવો.

તેવું શ્રી શશિકાંત પરીખના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(9:34 pm IST)