Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

" સિંહ " : શોર્ટ ફિલ્મ ઓફ ઘી ઈયર " : અમેરિકામાં ભારતીય મૂળના શીખ શ્રી ગુરિંદર સિંઘના જીવન પર આધારિત શોર્ટ ફિલ્મ " સિંહ " ને પુરસ્કાર : પાઘડી ઉતાર્યા વિના પ્લેનમાં ચડવા દેવાનો ઇન્કાર કરાયો હતો

વોશિંગટન : અમેરિકામાં ભારતીય મૂળના શીખ શ્રી ગુરિંદર સિંઘ ખાલસાના  જીવન પર આધારિત શોર્ટ ફિલ્મ " સિંહ " ને " શોર્ટ ફિલ્મ ઓફ ઘી ઈયર " નો  પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ ફિલ્મએ 100 જેટલી શોર્ટ ફિલ્મોમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જેમાં પાઘડી ઉતાર્યા વિના શ્રી ગુરિન્દરને પ્લેનમાં ચડવા દેવાનો ઇન્કાર કરાયો હતો તે બાબતને વણી લેવામાં આવી છે.2007 ની સાલમાં અંતિમ શ્વાસ લઇ રહેલી પોતાની બિમાર માતાની ખબર કાઢવા જવા અને પાઘડી ઉતારવાની ધાર્મિક માન્યતા વચ્ચે પસંદગી કરવાની બાબત દર્શાવાઈ છે.

(12:06 pm IST)