Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

પાકિસ્તાનમાં 18 વર્ષીય હિન્દૂ કિશોરીનું અપહરણ : ટ્યુશન શિક્ષક ઉઠાવી ગયો હોવાનું અનુમાન

સિંધ : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક વધુ હિન્દૂ યુવતીનું અપહરણ કરાયાની ઘટના બનવા પામી છે. જે મુજબ 18 વર્ષીય પાયલ નામક હિન્દૂ કિશોરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવાઇ છે.જેને  તેનો  ટ્યુશન શિક્ષક ઉઠાવી ગયો હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.કારણકે ટ્યુશનમાં ગયેલી યુવતી ઘેર પછી નહીં ફરતા તપાસ કરાઈ હતી જેમાં જાણવા મળ્યા મુજબ તેનો ટ્યુશન શિક્ષક પણ યુવતીની સાથોસાથ ગુમ થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે.આ યુવતીનું અપહરણ થયું હોવાની ઘટનાને સિંધ પ્રાંતના મુખ્યમંત્રીના પ્રતિનિધિએ પણ સમર્થન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં હિન્દૂ યુવતીઓનું છાશવારે અપહરણ કરી ,તેને પરાણે ધર્માન્તર કરાવી શાદી કરી લેવાની ઘટના બને છે.જેમાં એકનો વધારો થતા હિંદુઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જા

(11:40 am IST)